Ruvapari Mandir : 20 જ્ઞાતિના પૂજનીય રૂવાપરી માતાજીના પરચા, ડુંગરની જગ્યા ડોલે છે, ચાલવાથી તેલ નિકળતું હોવાની વાયકા…

Ruvapari Mandir :  20 જ્ઞાતિના પૂજનીય રૂવાપરી માતાજીના પરચા, ડુંગરની જગ્યા ડોલે છે, ચાલવાથી તેલ નિકળતું હોવાની વાયકા…

Ruvapari Mandir : ભાવનગર જિલ્લામાં અનેક દેવ દેવીઓના મંદિર આવેલા છે, જેમાં રૂવાપરી ખૂબ જૂનુ ઐતિહાસિક મંદિર છે અને વલ્લભીનગરના રૂપાબાઈનું ઉદગમ સ્થાન છેરૂવાપરી માતાજીનું મંદિર અંદાજે ૫૫૦ વર્ષ પૌરાણિકરાજવાડા શાસનમાં ભાવનગરના મુખ્ય ચાર દરવાજાહાલ જ્યાં રૂવાપરી મંદિર છે ત્યાં પહેલા દરિયો હતો

ભાવનગર નજીક ખંભાતના અખાતની સામે છેડે ઉગમણા મોઢે આવેલુ રૂવાપરી માતાજીનું મંદિર અંદાજે ૫૫૦ વર્ષ જૂનું છે. મૂળ વલ્લભીનગરીના રૂપાબાઈ નામના મહિલા એક સાધુની આજ્ઞા મુજબ તપશ્ચર્યા કરવા જતા હતા, ત્યારે માર્ગમાં અચાનક દરિયો આવી ગયો અને પાછુ વળીને જોતા રુપાબાઇ ત્યાં જ પથ્થર થઈ ગયા. જે સ્થળ હાલ રૂવાપરી માતાજીના મંદિર તરીકે ઓળખાય છે.

Ruvapari Mandir
Ruvapari Mandir

ચાર દરવાજામાં એક રૂવાપરી દરવાજો

Ruvapari Mandir : રાજવાડા શાસનમાં મહારાજા ભાવસિંહજીએ ભાવનગર સ્થાપના કરી ત્યારે ભાવનગર મુખ્ય ચાર દરવાજા વચ્ચેનું નગર હતું. જેમાં એક દરવાજો હતો રૂવાપરી મંદિર પાસેનો રૂવાપરી દરવાજો. રૂવાપરી મંદિર જે જગ્યા એ છે તે સ્થળે અગાઉ દરિયો હતો વલ્લભીનગરના એક સાધુ ધૂંધલીમલના આદેશ મુજબ રૂપાબાઈ આશ્રમમાં રોટલા બનાવવાનું કામ કરી અનેક લોકોની સેવા કરતા હતા. રૂપાબાઈને તેમના ગુરુએ તપશ્ચર્યા કરવાનું કહ્યું અને વલ્લભીનગરથી નીકળી મોટાનગર તરફ જવા કહ્યું અને રૂપાબાઈ ચલતા હતા ત્યારે દરિયો નજરે પડતા તે રોકાઈ ગયા, તે સ્થળ આજે રૂવાપરી મન્દિર તરીકે ઓળખાય છે.

Ruvapari Mandir
Ruvapari Mandir

લોકવાયકા શું છે ?

Ruvapari Mandir : ભાવનગર જિલ્લામાં અનેક દેવ દેવીઓના મંદિર આવેલા છે. જેમાં રૂવાપરી ખૂબ જૂનુ ઐતિહાસિક મંદિર છે. વલ્લભીનગરના રૂપાબાઈનું ઉદગમ સ્થાન આમતો વલ્લભીનગરી છે પણ ગુરુની આજ્ઞા મુજબ વલ્લભીનગર છોડીને મોટા શહેર તરફ આવ્યા ત્યારબાદ તેમના ગુરુ ધૂંધલીમૂળની એક વાણીથી તે સમયનું વલ્લભીનગર જમીનમાં દટાઈ ગયું હોવાનો ઇતિહાસ છે.

એક લોકવાયકા પ્રમાણે ગાયના દૂધની ચોરીનો આરોપ શેઠાણીએ ગોવાળ પર લગાવ્યો અને તે ગોવાળે તપાસ કરી તો ગાય રાત્રે એક ચોક્કસ જગ્યાએ જઈ દૂધની ધારા કરતી હતી અને તેણે શેઠાણીને જાણ કરી તો પણ તેમણે ગોવાળનો વિશ્વાસ ના કર્યો એટલે ગોવાળે પોતે નિર્દોષ છે તે સાબિત કરવા માતાજીને પ્રાર્થના કરી.

 

Ruvapari Mandir
Ruvapari Mandir

ભાવિકો માનતા અને ટેક રાખી પગપાળા દર્શન કરવા આવે છે

Ruvapari Mandir : ભાવનગરના રૂવાપરીમાતાના મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ભાવિકો માનતા અને ટેક રાખી પગપાળા દર્શન કરવા આવે છે. રૂવાપરી માતાના મંદિરની સામે દરિયાના ભાગમાં એક પર્વત આવેલો છે જે દોણીયા ડુંગર તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો : વાસ્તુ શાસ્ત્ર : ભૂલથી પણ ઘરની છત પર આવો સામાન ન રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

આજે પણ ડુંગરમાં ચાલવાથી તેલ નીકળે છે અને તે જગ્યા ડોલતી હોવાનો ભાસ લોકોને થાય છે. ભાવનગરમાં આવેલા રૂવાપરીમાતાના મંદિરે ઉગતા સૂર્યના કિરણો પડે છે. ભાવનગરના રૂવાપરી માતાજી વીસ જ્ઞાતિના કુળદેવી તરીકે પુજાય છે. તાજેતરમાં રૂવાપરી ટ્રસ્ટ દ્વારા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં અન્ય મંદિરો પણ આવેલા છે.

Ruvapari Mandir
Ruvapari Mandir

માતાજી વીસ જ્ઞાતિના કુળદેવી તરીકે પુજાય છે

Ruvapari Mandir ગુજરાત અને દેશભરમાંથી લોકો દર્શને આવે છે અને તેમની મનોકામના સિદ્ધ થાય છે. રૂવાપરી માતાના પ્રાગટ્ય દિવસ તેમજ અન્ય દિવસોમાં નવચંડી યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા મંદિરે માનવમહેરામણ ઉમટી પડે છે.

માતાજીના અનેક રૂપ છે. જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજી અલગ અલગ રુપે પ્રગટ થઈ હંમેશા દરેક જીવોનુ કલ્યાણ કરતા રહ્યા છે.. રૂવાપરી માતાના મંદિરની સામેનો દરિયો સમયની સાથે પુરાણ થઇ રહ્યો છે. રૂવાપરી માતાનુ જુના વડવા ગામ નજીક પણ એક મંદિર છે જે નાના રૂવાપરી મંદિર તરીકે ઓળખાય છે.

more article : Abu Dhabi Mandir : અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *