રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે તાલિબાનની એન્ટ્રી, આપ્યું મોટું નિવેદન, ભારત માટે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ…

રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે તાલિબાનની એન્ટ્રી, આપ્યું મોટું નિવેદન, ભારત માટે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ…

રશિયા-યૂક્રેન વિવાદ પર અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલી તાલિબાન સરકારે પણ એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાન યૂક્રેનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોના જાનહાનિના ભયથી ચિંતિત છે. તાલિબાન સરકારે કહ્યું કે તમામ પક્ષોએ હિંસા વધે શકે તેવા પગલાથી દૂર રહેવું જોઈએ.

બંને પક્ષોએ ‘સંવાદ’ પર આગ્રહ રાખવો જોઈએઃ તાલિબાન
તાલિબાને યૂક્રેન કટોકટી પર એક નિવેદન જારી કરીને બંને પક્ષોને સંયમ રાખવા જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે ટ્વિટ કરીને કહ્યું, બંને પક્ષો દ્વારા સંયમ અને બધા પક્ષોએ એવી સ્થિતિથી દૂર રહેવાની જરૂર છે જેનાથી હિંસા ઉગ્ર બને. તાલિબાને કહ્યું કે બંને પક્ષોએ “સંવાદ” પર આગ્રહ રાખવો જોઈએ. તાલિબાને કહ્યું કે તે સમગ્ર મામલાની નજીકથી નજર રાખી રહ્યું છે. તાલિબાને નાગરિકોની જાનહાનિની ​​શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ, તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની સેના યૂક્રેનમાં પ્રવેશી ગઈ છે. બીજા દિવસે જ રશિયન સેના યૂક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. યૂક્રેન આમાં એકલું અનુભવી રહ્યું છે. નાટો હોય કે અમેરિકા, યૂક્રેનની મદદ માટે કોઈ દેશ આગળ નથી આવી રહ્યો.

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે વાટાઘાટોના ટેબલ પર આવી ગયું છે. બંને દેશો વાતચીત માટે સહમત થયા છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે રશિયા યૂક્રેન સાથે આ વાતચીત ત્રીજા દેશમાં કરાવવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે બેલારુસની રાજધાની મિન્સ્કમાં વાતચીત થઈ શકે છે. રશિયા તરફથી આ પ્રસ્તાવ યૂક્રેનને મોકલવામાં આવ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *