Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી 90 ડૉલરને પાર, પેટ્રોલ-ડીઝલ થયુ મોંઘુ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો યથાવત છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 90.25 ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત 85.54 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
પૂણેમાં પેટ્રોલ 63 પૈસા અને ડીઝલ 61 પૈસા મોંઘુ થયુ છે. પટનામાં પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 47 પૈસા મોંઘુ થયુ છે. પ્રયાગરાજમાં પેટ્રોલ 72 પૈસા અને ડીઝલ 70 પૈસા મોંઘુ થયુ છે. ગુરુગ્રામમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 24 પૈસા મોંઘુ થયુ છે. આગ્રામાં પેટ્રોલ અને ડીઝલ 43 પૈસા સસ્તુ થયુ છે.
આ પણ વાંચો : Karwa Chauth ના વ્રત દરમિયાન કરો આ નિયમોનું પાલન, શુભ ફળની થશે પ્રાપ્તિ..
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
more article : Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધ-ઘટ યથાવત,ઘણી જગ્યાએ સસ્તુ થયુ પેટ્રોલ…