આ પૌરાણિક શહેરથી જ થઈ હતી મહાદેવના શિવલિંગની પૂજાની શરૂઆત, ફોટાને સ્પર્શ કરીને તેના આશીર્વાદ લેવા ઓમ લખો
આપના રાજ્યના મહેસાણા જિલ્લામા આવેલું વડનગર એ પોતાના ઐતિહાસિક વારસા માટે આમ તો ખૂબ જ પ્રસિદ્ધ છે હા અમે એ જ વડનગર શહેરની વાત કરી રહ્યા છીએ કે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે.પ્રાચીન સમયમાં આ નગર આમ તો આનંદપુર તરીકે પણ જાણીતું હતું તો વળી પૌરાણિક સમયમાં આનર્તપુર તરીકે ઓળખાતું આ નગર..
આ સ્થળ એવું છે કે જ્યા વિશ્વનું પ્રથમ શીલવીંગ પ્રગટ થયુ હોવાની માન્યતા છે.અહીં આવેલું હાટકેશ્વર ધામ એ એવું સ્થળ છે કે જયાં સૌપ્રથમ શિવલિંગની પૂજાનો આરંભ થયો હતો.અનવ તેથી જ તો ભક્તો કહે છે કે 12 જ્યોતિર્લિંગ દર્શન જેટલો જ મહિમા આ શિવલિંગનો રહેલો છે.આપણા ધાર્મિક શાસ્ત્રોમાં અને સ્કંદ પુરાણમાં પણ દેવાધિદેવના હાટકેશ્વર સ્વરૂપની પ્રાગટય કથાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
જે અનુસાર દક્ષયજ્ઞમા દેવી સતીના દેહત્યાગ બાદ મહેશ્વર નારાજ થયા હતા.સૃષ્ટિને પ્રલયથી બચાવવા માટે શ્રી વિષ્ણુ ભગવાનને સતીના દેહના 51 ટુકડા કરી દીધા હતા.
આ ઘટના બાદ તો ભગવાન મહેશ્વર વધુ નારાજ થઈ ગયા હતા ત્યારે તેમના દેહ અને વસ્ત્રોનું પણ ભાન રહ્યું ન હતું.જ્યારે તન પરથી વસ્ત્ર ન રહયા ત્યારે મહાદે દિગમ્બર થઈને ફરતા હતા.તે સમયે ક્રોધિત ઋષિઓએ વસ્ત્રો વિના ફરતા તેમનું લિંગ ખરી જવાના શ્રાપ આપેલા.ત્યારે તેમનું લિંગ દેહથી અલગ થઈને સાત પાતાળ લોકમાંથી એક વિતલમાં પહોંચી ગયું હતું.જ્યારે મહેશ્વર ભાનમાં આવ્યા ત્યારે તેઓ અજ્ઞાતવાસમા જતા રહયા.
આ બાજુ જ્યારે ઋષિઓને ખબર પડી તે કોઈ નહિ પણ ખુદ મહેશ્વર હતા તો તેઓ લજ્જિત થઈ ગયા.શાસ્ત્રોમાં ઉલ્લેખ મુજબ વિતલ પાતાળલોકમાં હાટકી નામની એક સુવર્ણની નદી વહેતી હતી જેના કારણે શિવલિંગ પર સુવર્ણનો ઢગલો થઈ ગયો હતો.બીજી બાજુ જોઈએ તો મહેશ્વરની ગેરહાજરીમાં સૃષ્ટિ પર તો જાણે ઉત્પાત મચી ગયો હતો.
છેવટે બધા જ ઋષિઓ અને દેવતાઓ ભેગા થઈને આનર્ત પ્રદેશમાં આવ્યા અને બધાએ મહાદેવને પૂર્વવત રૂપ ધારણ કરવા માટે પ્રાર્થના કરી. ત્યારે મહાદેવે જવાબ આપેલો કે જો બ્રાહ્મણો શિવલિંગની વિધિવત રીતે પૂજા અર્ચના કરશે તો તેઓ તેને ધારણ કરી શકશે.બ્રાહ્મણો અને ઋષિઓએ આસ્થા રાખીને શિવલીગની પૂજા કરી મહેશ્વરે તેમનું પૂર્વવત રુપ ધારણ કર્યું.
ત્યારપછી જ બધા ભેગા થઈને પાતાળલોકમાં ગયા.જ્યા બ્રહ્માજીના હસ્તે સુવર્ણમયી શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને પૂજા શરૂ કરવામાં આવી.સુવર્ણને હાટક પણ કહેવાય છે.જેના લીધે મહાદેવ હાટકેશ્વરના નામથી જાણીતા થયા છે.