કાબરાઉ ધામે મણિધર બાપુના આશીર્વાદથી લગ્નના ૧૦ વર્ષ બાદ નિસંતાન દંપતિને મળ્યું સંતાન પ્રાપ્તિનું સુખ
માં મોગલના પરચા અપરંપાર છે. જેને માં મોગલ પર વિશ્વાસ છે. તેની માટે આઈ મોગલ આખી દુનિયા છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. કાબરાઉ ધામે બિરાજમાન માં મોગલનું નામ લેવા માત્રથી જ બધાના દુઃખ દૂર થઇ જાય છે. જ્યાં મણિધરબાપુ પણ બિરાજમાન છે.
માં મોગલ ત્યાં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. જો સાચા દિલથી કોઈ તેમની મનોકામના માંગે તો તેની મનોકામના જરૂરથી પુરી થાય છે. એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.
કહેવામાં આવે છે કે, માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો. આજે અમે તમને એવી જ એક વાત જણાવવા જઈ રહ્યા છીએ. એક મહિલા મણિધર બાપુ પાસે પોતાની માનતા લઈને આવી.
મહિલાએ મણિધર બાપુને કહ્યું કે, બાપુ મારા લગ્નના 10 વર્ષ થઇ ગયા છે અને અને આ 10 વર્ષમાં સંતાન સુખ માટે અમે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે. તેમણે જણાવ્યું કે, દવાખાના આંટા ફેરા કરીને થકી ગયા છીએ તો પણ આજ સુધી આમરી સંતાનની ઈચ્છા પુરી થઇ નથી.
હવે થાકીને અમને માં મોગલનો જ આશરો દેખાઈ રહ્યો છે. તો મણિધર બાપુએ મહિલાને જણાવ્યું કે, બેટા માં મોગલ પર અતૂટ વિશ્વાસ રાખજે પણ જરાય અંધશ્રદ્ધા રાખતી નહી. અહીં વિશ્વાસથી કામ થાય છે ચમત્કાર નથી થતા.
તેમણે કહ્યું કે, બેટા તું એક છોડીને એક એમ ત્રણ મંગળવાર ભરજે અને 25 વાર ખોબામાં પાણી લઈને પી લેજે. માં મોગલ તારી બધી જ મનોકામના પુરી કરશે. માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા ઘરે જરૂરથી સંતાન થશે અને તમને માતા પિતા બનવાનું સુખ પણ મળશે. આટલું સાંભળીને મહિલા ખુબ જ ખુશ થઇ ગઈ અને તેને વિશ્વાસ આવી ગયો કે, માં મોગલ તેની ઈચ્છા જરૂરથી પુરી કરશે.