મણિધર બાપુએ યુવકને શા માટે કહ્યું કે ઘરે રોજ માતાને પગે લાગજે માં મોગલના મંદિરે આવવાની જરૂર નહિ પડે…
માં મોગલના પરચા તો આખું જગત જાણે જ છે. માં મોગલનું કચ્છમાં આવેલું કબરાઉ ધામ વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે જે ભકતોના તમામ દુઃખ દૂર કરે છે. કાબરાઉ મોગલ ધામમાં મણિધર બાપુ પણ બિરાજમાન છે.
જેમને લોકો ચારણ ઋષિ પણ કહે છે. દિવસ દરમિયાન હજારો લોકો અહીં માં મોગલ અને મણિધર બાપુના આશીર્વાદ લેવા માટે આવે છે.મણિધર બાપુ આગળ આવીને લોકો પોતાની સમસ્યાઓ જણાવે છે. એવી જ રીતે મણિધર બાપુ પણ લોકોને સમસ્યા દૂર કરવા માટે રસ્તાઓ જણાવે છે અને તે રસ્તાઓ પણ ચાલવાથી ભકતોના દુઃખ દૂર થાય છે.
મણિધર બાપુ તેમની પાસે આવતા ભક્તોનો અંધ્ધશ્રદ્ધાથી દૂર રહેવા માટે જણાવે છે. હજારો લોકો દિવસ દરમિયાન તેમની પાસે આવે છે.એક યુવક પોતાની પત્ની અને માતાને લઈને કબરાઉ મોગલ ધામમાં દર્શન કરવા માટે આવ્યો હતો.
ત્યાં તેને જણાવ્યું કે તેની પત્નીને કોઈ તકલીફ છે. તો મણિધર બાપુએ જણાવ્યું કે માં મોગલના નામ પણ વિશ્વાસ રાખો અને માતા પિતાને ઘરે દરરોજ પગે લાગો. તમારે માં મોગલના દર્શન કરવા આવવાની જરૂર નહિ પડે.
ઘરે રોજ માતા પિતાને પગે લાગશો તો માં મોગલ તારી પણ ખુબજ ખુશ થશે અને તમારી તકલીફ જરૂરથી દૂર કરશે. મણિધર બાપુએ જણાવ્યું કે કયારેય અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરવો માં મોગલના નામ પર વિશ્વાસ રાખો તમારા બધા જ કામો સુખી સંપન્ન થઇ જશે.