પૂજામાં મહિલાઓ શા માટે નથી વધેરી શકતી શ્રીફળ? જાણો તેના પાછળનું કારણ

પૂજામાં મહિલાઓ શા માટે નથી વધેરી શકતી શ્રીફળ? જાણો તેના પાછળનું કારણ

નારિયેળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. નારિયેળમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ત્રિમૂર્તિઓનો વાસ માનવામાં આવે છે. નાળિયેરમાં રહેલી ત્રણ આંખોને શિવના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે.

શા માટે સ્ત્રીઓ ન વધેરી શકે શ્રીફળ?
શાસ્ત્રોમાં નારિયેળ વધેરવું એ એક પ્રકારની બલિનું પ્રતિક માનવામાં આવે છે. મહિલાઓના તેને ન વધેરવા પાછળની માન્યતા છે કે નારિયેળ એક બીજ છે અને મહિલા એક બીજના રૂપમાં બાળકને જન્મ આપે છે. કહેવાય છે કે કોઈ મહિલા નારિયેળ વધેરે છે તો તેની નકારાત્મક અસર ગર્ભાશય પર પડે છે.

ધરતી પર લક્ષ્મીજી સાથે નારિયેળને પણ મોકલ્યું હતું
ધરતી પર ફળના રૂપનાં ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજી સાથે નારિયેળને પણ મોકલ્યું હતું. તેના પર ફક્ત માતા લક્ષ્મીનો અધિકાર છે. માટે મહિલાઓએ નારિયેળ ન વધેરવું જોઈએ.

શુભ કાર્યમાં કેમ વધેરવામાં આવે છે નારિયેળ?
દરેક શુભ કામમાં નારિયેળ વધેરવા પાછળ માન્યતા છે કે તેના ફૂટવા પર પાણી ચારે બાજુ વેરાય છે જે બધી જ નકારાત્મકતાને દૂર કરે છે. તેનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

એકાક્ષી નારિયેળનું ખાસ મહત્વ
તમામ નારિયેળની સરખામણીમાં એકાક્ષી નારિયેળનું વિશેષ મહત્વ છે. તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેની પાસે એકાક્ષી નારિયેળ હોય છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી.

દુઃખનો થાય છે નાશ
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી, નારિયેળનું વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લઈને આવ્યા હતા નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ભગવાનને નારિયેળ ચઢાવવાથી દુઃખ દર્દનો નાશ થાય છે.પૂજામાં કલશની ટોચ પર નારિયેળ રાખવામાં આવે છે, તેને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. તેમની પૂજા વિના કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *