આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે છેક કેનેડાથી કચ્છમાં આવેલા કબરાઉધામ આવી, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલે…
માં મોગલ નો મહિમા અપરંપાર છે અને માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. ત્યારે ખાલી માં મોગલનું નામ લેવાથી બધી તકલીફો દૂર થઈ જાય છે. માં મોગલ એ અત્યાર સુધીમાં તેમના લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા હશે. દેશ વિદેશથી પણ લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માં મોગલના ચરણમાં આવે છે.
આજ સુધીમાં માં મોગલ ના દરવાજે આવેલો કોઈ પણ ભક્ત નિરાશ થઈને ઘરે પાછો ગયો નથી. માં મોગલ એ આજ સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા હશે. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
એક મહિલાની દીકરીનો કાન સારો થઈ જાય એટલા માટે મહિલાએ માં મોગલની માનતા માની હતી. માં મોગલની કૃપાથી દીકરીના કાન ની તકલીફ દૂર થઈ જાય છે. તેથી મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને કચ્છમાં આવેલા માં મોગલના મંદિરે પહોંચી હતી.
ત્યારે મહિલાને ત્યાં પૂછવામાં આવે છે કે તમારે શાની માનતા હતી. ત્યારે મહિલા વાત કરતા જણાવે છે કે દીકરીને કાનમાં દુખાવો હતો. જેથી તેમને માં મોગલની માનતા રાખી હતી. માનતા રાખતા જ થોડાક દિવસોમાં જ દીકરીના કાનનો દુખાવો દૂર થઈ ગયો હતો.
તેથી મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કેનેડાથી કબરાઉ આવી હતી. ત્યારબાદ મહિલા મણીધર બાપુને 11000 રૂપિયા અને ચાંદીનું છત્ર આપે છે. ત્યારે મણીધર બાપુ તેમને કહે છે કે, માં મોગલ એ તારી 7 ગણી માનતા સ્વીકારી છે એમ કહીને મહિલાને તેના 11000 રૂપિયા અને ચાંદીનું છત્ર પાછું આપી દે છે.
વધુમાં મણીધર બાપુ મહિલાને કહે છે કે આ રૂપિયા તારી દીકરીને આપી દેજે અને આ ચાંદીનું છતર તારી કુળદેવીને અર્પણ કરજે. મણીધર બાપુ કહે છે કે માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા બધા દુઃખ દૂર થશે.