પોતાના મામાની નોકરી જતી રહી તો ભાણકીએ મામાને નોકરી મળી જાય તે માટે માતાજી મોગલ ની માનતા રાખી અને પછી તો થયો એવો ચમત્કાર કે તમે પણ માતાજી મોગલ પર…
માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે. માતાજી મોગલ નું નામ લેવાથી ભક્તોના જીવનના તમામ દુઃખો દૂર થતા હોય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં કંઈ પણ દુઃખ આવે ત્યારે માતાજી મોગલ ને યાદ કરે છે.
દુઃખ દર્દ તરત જ ગાયબ થઈ જાય છે. માતાજી મોગલ ના ચરણે આવનાર એક પણ ભક્ત ક્યારેય પણ દુઃખી પાછો ગયો નથી.મા મોગલ ના ધામ થી દરેક ભક્ત ખૂબ જ ખુશ થઈને પાછો ફરે છે.
માતાજીના ચરણે આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે અને જો મોગલ પર વિશ્વાસ રાખવાથી ભક્તોના સારા સારા દુઃખ પણ દૂર થઈ જાય છે ત્યારે આજે આપણે માતાજી મોગલ ને કેવા ચમત્કાર વિશે વાત કરવાના છીએ જેમાં દીકરી 5000 રૂપિયા લઈને કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ આવી પહોંચે છે.માતાજી મોગલ ના દર્શન કર્યા
બાદ તે દીકરી મણીધર બાપુ પાસે 5000 રૂપિયા લઈને આવે છે ત્યારે મણીધર બાપુ કહે છે કે દીકરી તારે શેની માનતા છે ત્યારે દીકરીએ કહ્યું કે મારા મામા ની નોકરી જતી રહી હતી તેના કારણે મારા પરિવારમાં ખૂબ જ ચિંતા સર્જાય હતી અને બીજા નોકરીની તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમને જેવી જોઈએ તેવી મળતી ન હતી.દીકરીએ
માતાજી મોગલ ની માનતા રાખી અને કહ્યું કે મોગલ મારા મામાને સારી નોકરી મળી જાય તો હું તમારા મંદિરે આવીને 5000 રૂપિયાની ભેટ સ્વરૂપે ચડાવીશ. માનતા માન્યા ના થોડાક જ દિવસમાં માતાજી મોગલ ની કૃપાથી દીકરીના મામાને સારી એવી નોકરી મળી ગઈ.
આખેઆખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો અને દીકરી તરત જ માતાજી મોગલ ની માનતા પૂરી કરવા માટે છેક કબરાઉ સ્થિત મોગલધામ આવી પહોંચી અને માતાજી મોગલ ને આભાર માન્યો અને ત્યારબાદ મણીધર બાપુ પાસે આવીને આ રોકડા રકમ આપી.
બાપુના આશીર્વાદ લીધા ત્યારે બાપુએ કહ્યું કે માતાજીએ તારી 151 ગણી માનતા સ્વીકારી લીધી છે અને આ પૈસા તું તારી પાસે રાખજે. માતાજી મોગલ ચમત્કાર નથી પરંતુ તે જે માતાજી પર વિશ્વાસ રાખ્યો છે તે તને ફળ્યો છે.