માં સિકોતરના મંદિરમાં ૧૦ લાખ રૂપિયાની ચોરી થતા માતાએ ગામના લોકોએ એવો પરચો આપ્યો કે લોકો જોતા જ રહી ગયા.
મિત્રો આપણા ગુજરાતમાં ગણા એવા દૈવીય સ્થળ આવેલા છે. જ્યાં સાક્ષાત જોગમાયા ચમત્કાર આપીને ભકતોને સાક્ષાત પરચા આપતા હોય છે. ડીસાના નાથપુરા ગામે સાક્ષાત જોગમાયા સિકોતરનું મંદિર આવેલું છે.
જ્યાં માં સિકોતરે નાથપુરા ગામના લોકોને સાક્ષાત પરચો આપ્યો હતો. ગામ લોકો પણ માં સિકોતરનો પરચો જોઈને આશ્ચર્યમાં આવી ગયા હતા.જ્યાં થોડા સમય પહેલા નાથપુરા ગામના વચ્યોવચ આવેલા સિકોતર માતાના મંદિરમાં ૧૦ લાખ રૂપિયાની ચોરી થઇ હતી.
ચોરી થતા આખા ગામમાં ચકચાર મચી ગયો હતો. આની વિરુદ્ધમાં ગામના લોકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ દ્વારા પણ ચોરીની તાપસ કરવામાં આવી રહી હતી. માં સિકોતરના મંદિરમાં ચોરી થવાથી લોકોમાં પણ એક ભય ઉભો થયો હતો.
પણ માં ભગવતીએ એક જ રાતમાં પરચો આપ્યો કે દસ લાખની જે ચોરી થઇ હતી તે મંદિરમાં ચોર એમના એમ પાછી મૂકી ગયા હતા. આ જોઈને ગામના લોકોની પણ આંખોને વિશ્વાસ ના થયો અને માં સિકોતરનો આ પરચો જોવા માટે આખું ગામ આવી પડ્યું હતું.
જયારે આજુ બાજુના ગામના લોકોને આ વાતની જાણ થઇ કે લોકો મંદિરમાં આવી ગયા હતા.ગામના લોકો આ ઘટનાને માં સિકોતરનો પરચો માનીને મંદિરમાં યજ્ઞની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ગામમાં મહેમાનોને બોલાવીને માં સિકોતરના મંદિરમાં હવનનું આયોજન કરીને ગામના લોકોએ ખુબજ ધૂમધામથી તેની ઉજવણી કરી.