રામદેવપીરને 150 કિલો અને 20 કિલો ચાંદીના બે ઘોડા ચઢાવ્યા, કારણ જાણીને વિશ્વાસ નહીં આવે
ભગવાન કે માતાજીની માનતા પૂરી થતાં મોંઘી વસ્તુઓની ભેટ ધરતા ભક્તો તમે અનેક જોયા હશે, પણ આવો ભક્ત ભાગ્યે જ જોયો હશે. એક ભક્ત માનતા પૂરી થતાં બાબા રામદેવજી મહારાજને ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા હતા. એક ઘોડાનું વજન 150 કિલો અને બીજાનું વજન 20 કિલો હતું. બંને ઘોડાની મળીને અંદાજે એક કરોડની કિંમત છે. ચાંદીના આ ઘોડાને જોવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
રાજસ્થાનના રામદેવરા સ્થિત રણુજા રામદેવપીર મંદિરમાં ચાંદીના આ બે ઘોડા અર્પણ કરવામાં આવ્યા હતા. ઓમપ્રકાશ ખત્રી નામના મુંબઈના જ્વેલર્સે આ ઘોડા મંદિરમાં ભેટ ધર્યા હતા.
ચાંદીના ઘોડાની ભેટ ધરનાર જ્વેલર્સ ઓમપ્રકાશ ખત્રીએ જણાવ્યું હતું કે અમે મૂળ જાલોર જિલ્લાના ગુડા બાલોતાન ગામના રહેવાશી છીએ. મુંબઈમાં અમારો સોના-ચાંદી બિઝનેસ છે. રામદેવપીર પ્રત્યે અમારા પરિવારની અતૂટ શ્રદ્ધા છે. અમારા પરદાદાને રામદેવપીરના ઘોડા સપનામાં આવ્યા હતા. એટલે તેમની ઈચ્છા હતી કે રામદેવપીરની સમાધિ પર ઘોડા અર્પણ કરવામાં આવે. આજે અમે પરદાદાનું સપનું પૂરું કર્યું છે.
તેમણે કહ્યું કે રામદેવપીરને અંદાજે 150 કિલોનો મોટો ઘોડો અને 20 કિલોનો એક નાનો ચાંદીનો ઘોડો ચઢાવવામાં આવ્યો છે. ઘોડો બનાવ્યો એના ત્રણ વર્ષ થઈ ગયા હતા, પણ કોરોનાને કારણે અર્પણ કરી શકતા નહોતા.
શનિવારે ઓમપ્રકાશ ખત્રીએ તેમના આખા પરિવાર સાથે રામદેવરા આવી ઘોડાને સમાધિ પર અર્પણ કર્યા હતા. ઘોડાની કિંતમ જણાવવાનો તેમણે ઈન્કાર કર્યો હતો.
તેમનું કહેવું હતું કે માનતાનો ઘોડો હોવાથી કિંમત નહીં જણાવી શકીએ. જોકે અન્ય એક જ્વેલર્સના જણાવ્યા મુજબ આ બંને ઘોડાની કિંમત 90 લાખથી 1 કરોડ રૂપિયા વચ્ચે હશે
ઘોડા સાથે ફોટો લેવા પડાપડી થઈ: શનિવારે જેવા ચાંદીના ચમચમતા ઘોડા રામદેવરા લાવવામાં આવ્યા તો લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકોની ઘોડા સાથે સેલ્ફી લેવા માટે દોટ લાગી હતી.
રામદેવરામાં આ ઘોડાની શોભાયાત્રા કાઢવામાં આવ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ કહ્યું હતું કે પરદાદાનું સપનું પૂરું કરવા પપૌત્ર આવ્યો છે, જે આજના જમાનામાં ભાગ્યે જ જોવા મળે છે.