આ યુવકે પોતાના ધંધા માટે મા મોગલની સાચા દિલથી માનતા રાખી હતી.., માતાજીની અસીમ કૃપાથી યુવકને ધંધામાં ખૂબ જ વધારે પ્રગતિ મળી, યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોકલ ધામ પહોંચ્યો ત્યારે મણીધર બાપુએ યુવકને એવું કહ્યું હતું કે…
એવું કહેવાય રહ્યું છે કે માં મોગલ ની ઉપર સાચા શ્રદ્ધા અને વિશ્વાસથી આસ્થા રાખવામાં આવે તો, મા મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે તેમજ માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં તો માં કહેવાય છે, માં મોગલના દર્શન માત્રથી ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ થાય છે તેમજ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક સમસ્યાઓ દૂર કરે છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે.
માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે તેમજ આજ દિન સુધી માં મોકલે લાખો ભક્તો ને પોતાના પરચા પણ બતાવ્યા છે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરતા હોય છે. માં મોગલ ની માનતા તેમના ભક્તો યથાશક્તિ પ્રમાણે માનતા રાખતા હોઈ છે. માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી અને આજે એવો જ એક ચમત્કારરૂપ કિસ્સો આપણી સામે આવ્યો છે.
જ્યારે એક યુવા પોતાની માનતાને પૂરી કરવા માટે કબરાઉ ધામ મોગલ ધામની અંદર આવી પહોંચ્યો હતો અને આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામની મંદિર ની અંદર મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે યુવક માં મોગલના ચરણે 15550 અર્પણ કરીને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.
મણીધર બાપુના ચરણે આ યુવકે પૈસા અર્પણ કર્યા હતા અને મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા ત્યારે, મણીધર બાપુએ યુવકના આશીર્વાદ આપતા કહ્યું હતું કે દીકરા તે શેની માનતા રાખી હતી, ત્યારે યુવકે કહ્યું હતું કે મેં મારા ધંધા ને લઈને માં મોગલ ની માનતા રાખી હતી અને મા મોગલ ની ઉપર સાચા દિલથી વિશ્વાસ રાખ્યો હતો ત્યારે મારા ધંધા ની અંદર ખૂબ જ વધારે પ્રગતિ થઈ હતી.
માં મોગલ એ મારી માતાને સ્વીકારી હતી અને મારી માનતા ને પૂરી કરી હતી, ના કારણે હું માં મોગલ ની માનતા ને પૂરી કરવા માટે અહીંયા આવ્યો છું. ત્યારે મણીધર બાપુએ 15,550 ની અંદર એક રૂપિયો ઉમેરીને માનતા પૂરી કરવા માટે આવેલા યુવકને પાછા આપ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. યુવકને કહ્યું હતું કે આ પૈસા તારી બહેનને આપી દેજે મા મોગલ ખુબ જ રાજી થશે.
એટલું જ નહીં મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે તારી માનતા માં મોગલ એ સો ઘણી સ્વીકારી લીધી છે. એવું કહેવાય રહ્યું છે કે મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ અને તારી શ્રદ્ધા છે, જય માં મોગલ.