આ સંત છેલ્લા ૨૨ વર્ષથી એક જ જગ્યાએ તપસ્યામાં લિન છે. તેમના આશીર્વાદ લેવા માત્રથી જ બધા જ કામ સફળ થઇ જાય છે.
આપનો દેશ સંતો અને મહાત્માઓનો દેશ માનવામાં આવે છે. પહેલાના ઋષિમુનિઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે સદીઓ સુધી તપસ્યા કરતા હતા. પણ આજના જમાનામાં એવા બહુ ઓછા તપસ્વીઓ હોય છે કે તે સાંસારિક મોહમાયા છોડીને તપમાં લિન થઇ જાય.
આજે અમે તમને એક એવા જ સંત મહાત્મા વિષે જણાવીશું કે જેમની વિષે જાણીને તમને પણ ખુબજ આશ્ચર્ય થશે.આ સંતનું નામ સત્યનારાયણ બાબા છે અને તે છત્તીસગઢના છે અને તે છેલ્લા ૨૨ વર્ષથી તપસ્યામાં લિન છે.
લોકો દૂર દૂરથી આ તપસ્વીને જોવા માટે આવે છે અને તેમના આશીર્વાદ લઈને ખુબજ ધન્યતા અનુભવે છે. જયારે તે એક દિવસ શાળામાં ગયા હતા. ત્યારે તે એક પથ્થરને શિવલિંગ માનીને ત્યાં તપસ્યા કરવા માટે બેસી ગયા હતા.
અહીંના લોકોનું માનવું છે કે તે ઘટનાના ૨૨ વર્ષ વીતી ગયા છે અને તે આજે પણ તપસ્યામાં લિન છે. દૂર દૂરથી લોકો તેમને જોવા માટે આવે છે. તે ૨૨ વર્ષથી એકના એક જ જગ્યાએ બેઠા છે અને થાય જ તપસ્યા કરી રહ્યા છે.
આવું કામ કરવું કોઈ સામાન્ય વ્યકતિનું કામ નથી. કોઈ દિવ્ય પુરુષ જ આવું કામ કરી શકે છે.દાદા તપસ્યામાં લિન હોય અને લોકો તેમની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. બાબાના આશીર્વાદ પ્રાપ્ત થવા માત્રથી લોકોના કામ પણ સુધરી જાય છે. લોકો કોઈપણ શુભ કામ કરતા પહેલા બાબાના આશીર્વાદ લેવા માટે આવે છે.