તજના આ ઉપાય જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ, ધનલાભ માટે આ રીતે કરો ઉપયોગ

તજના આ ઉપાય જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ, ધનલાભ માટે આ રીતે કરો ઉપયોગ

ગ્રહ-નક્ષત્રોની દશા અને દિશાનો પ્રભાવ દરેક વ્યક્તિ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘણા મસાલાનો ઉપયોગ તમે ઘરની સુખ-સમૃદ્ધિને વધારવા માટે કરી શકો છો.

જ્યોતિષ શાસ્ત્રમાં તજનો ઉપયોગ તમારા ઘરની સુખ-સમૃદ્ધિ અને સમ્પન્નતા માટે પણ કરવામાં આવે છે. તજનો ઉપયોગ મંગળ અને શુક્ર ગ્રહને પણ ઠીક કરે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે તજનો ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ તજના અમુક ખાસ ઉપાય.

લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો: કચ્છમાં બાપુએ આપ્યું રાજીનામું, મહુવામાં સામૂહિક રાજીનામાં
કોંગ્રેસના ઉમેદવારોનું EXCLUSIVE લિસ્ટ: ધાનાણી, ડેર અને દૂધાત સુરક્ષિત પણ બે બેઠકો પર પેચ ફસાયો
AAPએ જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી: થરાદમાં વિરચંદ ચાવડા, જામજોધપુરમાં હેમંત ખાવા લડશે ચૂંટણી

તજના ચમત્કારી ઉપાય
જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો તજના ઉપાય તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તજનો પાઉડર બનાવો અને તેની ઉપરથી વિરુદ્ધ દિશામાં અગરબત્તી ફેરવો. આ પછી તમારી આંખો બંધ કરી ધન વૃદ્ધિની કામના કરો.

તજના પાવડરને કાગળમાં લપેટીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો. બાકીના પાવડરને તમારા પૂજા સ્થાન પર રાખો. દર બીજા દિવસે આ પાવડર બદલતા રહો. આનાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જશે અને તમારી સંપત્તિ વધવા લાગશે.

વેપારમાં પ્રગતિ માટે તજના ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તજનો પાઉડર હાથમાં લઈને ઘર, ધંધા કે દુકાનના મુખ્ય દરવાજે અંદર તરફ મોં કરીને ઊભા રહો. હવે આ પાવડરને અંદર ફૂંકથી ઉડાવી લો. આ ઉપાય કરતી વખતે વેપારમાં પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. તેનાથી ધંધામાં ઝડપી સફળતા મળે છે.

આર્થિક પ્રગતિ માટે તજ અને નારંગીની છાલને મોટા વાસણમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો. હવે તેને ગાળીને બોટલમાં ભરી લો. હવે આ પાણીને આખા ઘરમાં છાંટો. આ પાણી ઘરના ઝાડ અને છોડ પર પણ છાંટી શકાય છે. આવું કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *