આ યુવતીએ પોતાના સગપણની માં મોગલની માનતા રાખી, માં મોગલની કૃપાથી યુવતીની માનતા પૂર્ણ થઈ, યુવતી મોગલ ધામ પહોંચી ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…
કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો 18 વરણની માતા કહેવાય છે, ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુઃખ આવે છે, ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ ને લાખોમાં ભક્તોને પરચા બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચી છે.
અને આ કિસ્સા પરથી કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાજી રાજી થશે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવતી પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી.
એવામાં મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા હતી ત્યારે યુવતીએ કહ્યું કે સગપણની માનતા માની હતી. જે પૂર્ણ થતાની સાથે જ માં મોગલના ચરણે 22,500 નો ચડાવો કરવા આવી પહોંચી છે.
મણીધર બાપુએ યુવતી ને આશીર્વાદ આપ્યા અને 22,500 માં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.એવામાં જ આ યુવતીએ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી તેની માનતા પૂરી થઈ.
મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો કે જે તમને ફળ્યો છે. તેથી જ કહેવાય છે કે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.