આ ઊંટે પોતાના ગરીબ માલિકનું નસીબ બદલી દીધું આજે તેના માલિકને કરોડપતિ બનાવી દીધો, તો તેનો માલિક તેને ૨૪ કલાક AC મા રાખે છે, અને દર મહિને ૧૫ હજાર રૂપિયાના કાજુ, બદામ ખવડાવે છે.
મિત્રો તમે ઘણા પશુપાલકોને જોયા હશે તે પોતાના પશુઓને પોતાના બાળકોની જેમ ઉછેળ કરતા હોય છે. કારણ કે તેમની રોજી રોટી પશુપાલન પર જ ચાલતી હોય છે. આજે અમે તમને એક એવા જ ઊંટ વિષે જણાવીશું કે જેને પોતાના માલિકનું નસીબ જ બદલી નાખ્યું અને તેને કરોડપતિ બનાવી દીધો.
તમે આજ સુધી ઘણા ઊંટ જોયા હશે પણ આજે અમે તમને જે ઊંટ વિષે જણાવવાના છીએ તે ખુબજ ખાસ છે.આ ઊંટ ખુબજ ખાસ હોવાથી તેનો માલિક તેને આખો દિવસ AC માં રાખે છે, ગાયનું દૂધ અને ઘી અને દ્રાય ફ્રૂટ પણ ખવડાવવામાં આવે છે.
આ ઊંટ ખાટલા પણ નાચી પણ લે છે અને વિવિધ કરતબો પણ બતાવે છે. આજ સુધી આ ઊંટે પોતાના માલિકને ૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી આપી છે.આ વ્યક્તિ અલવરમાં રહે છે.
આ યુવકે આજથી ૧૦ વર્ષ પહેલા આ ઊંટ ખરીદ્યો હતો. ત્યારે તેની પરિસ્થિતિ ખુબજ ખરાબ હતી. યુવકે વિચાર્યું હતું કે આ ઊંટ મોટો થશે ત્યારે તેનાથી કઈ કમાણી કરીશું. પણ ધીરે ધીરે યુવકે તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું.
ટ્રેનિંગ આપ્યા પછી આ ઊંટ ખુબજ સરસ રીતે નાચી શકતો હતો. માટે તેને ઘણા પ્રોગ્રામો પણ મળવા લાગ્યા.આ ઊંટ જે મેળામાં જતો ત્યાંથી ઇનામો પણ જીતીને લાવતો આજ સુધી આ ઊંટ પોતાના માલિકને ૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરાવી ચુક્યો છે.
તેનાથી તેના માલિકની ગરીબી દૂર થઇ ગઈ અને આજે આ ઊંટની મદદથી તેનો માલિક સારું એવું જીવન જીવી રહયો છે. એટલા માટે તેનો માલિક ઊંટને ખુબજ સારા એવા વાતવરણમાં રાખે છે. આ ઊંટની કિંમત હાલ ૨૫ લાખ રૂપિયા બોલવામાં આવી રહી છે.