જે દીકરાને ઉભો કરવા ડોકટરો થાકી ગયા, તે જ દીકરાને માં મોગલે ચપટી વગાડતા ઉભો કરી દીધો- વાંચો ચમત્કારની એક સત્ય ઘટના
ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. આજે પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકો માં મોગલના દરબારમાં પગ મુકે છે, તેમના બધા જ દુખ માં ક્ષણવાર માં દુર કરી દે છે. આજ સુધી કરોડો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાત (Gujarat)ના કચ્છ (Kutch)માં આવેલા કબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલ એક પિતા પોતાની માનતા પુરી કરવા કબરાઉ ધામ આવી પહોચ્યા હતા.
આ પરિવાર નાસિકથી પોતાની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામ આવી પહોચ્યો હતો. જેમાં એક યુવક હાથમાં ૫૧ હજાર રૂપિયા લઈને આવ્યો હતો. તેને આ રૂપિયા મણિધર બાપુને આપ્યા. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે, શેની માનતા હતી. આ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, તેના દીકરાને બંને પગે ખુબજ તકલીફ હતી અને તે ચાલી શકતો ન હતો. ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફરકના પડ્યો.
ત્યારે આખરે યુવકે માં મોગલની માનતા લીધી કે, હે માં મોગલ જો મારો દીકરો પોતાના પગે ચાલતો થઇ જશે તો 51 હાજર રૂપિયા મુકશે. ત્યારબાદ જે થયું તે તેના પરિવારને પોતાની આંખે વિશ્વાસ ના થયો. કે જે દીકરાને ઉભો કરવા માટે ડોકટરો થાકી ગયા અને આજે માં મોગલે તે દીકરાને ચપટી વગાડતા ઉભો કરી દીધો. દીકરાને પોતાના બંને પગે ચાલતો જોઈને આખો પરિવાર પોતાની આંખે રડી પડી પડ્યો.
ત્યારબાદ બાપુએ તે પૈસા હાથમાં લીધા અને કહ્યું કે માં મોગલે તારી બધી જ માનતા પુરી કરી અને માં મોગલ આ રૂપિયા તારી બેનને આપે છે. આ રૂપિયા તું તારી બેનને આપી દેજો માં મોગલ ખુશ થશે. માં મોગલના વિશ્વાસ રાખો અને અંધશ્રધાથી દૂર રહો. આ રીતે આજસુધી માં મોગલે લાખો કરોડો ભક્તોના દુ:ખ દુર કર્યા છે. એટલે જ કહેવાય છે કે, જ્યાં દુનિયાનો અંત આવે છે, ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.