શિવજીની સામે બેઠેલો નંદી તમારૂ કિસ્મત બદલી શકે છે વિશ્વાસ ન હોય તો ઓમ લખીને શેર કરો….
ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. તેમ જ ગુજરાત રાજ્યમાં પણ ઠેર ઠેર મંદિરો આવેલા છે. દરેક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાનના દર્શન માટે જતા હોય છે. જુદા જુદા મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ ની સ્થાપના કરેલી હોય છે.
પોતાની શ્રધ્ધા પ્રમાણે મંદિરમાં દરેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. ભગવાન શંકરમાં માનવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ છે. જ્યારે પણ આપણે ભગવાન શંકરના મંદિરમાં જઈએ છીએ ત્યારે શિવલિંગની બરોબર સામેની બાજુએ હંમેશા ભગવાન શંકર ના વાહન નંદીને તેમની સામે સ્થાપિત થયેલ જોઈએ છીએ.
શું તમે જાણો છો આ નંદી કોણ છે અને શા માટે તે હંમેશા ભગવાન શંકરની સામે બેઠો હોય છે. પુરાણોમાં કહેવામાં આવ્યા મુજબ શિલાદ નામના એક ઋષિ હતા જેમણે પોતાની તપશ્ચર્યાથી ભગવાન શંકરના પ્રસન્ન કર્યા હતા. ભોળાનાથે પ્રસન્ન થઈને તેમને પુત્ર આપ્યો હતો.
જેનું નામ નંદી રાખવામાં આવ્યું હતું. એક સમયે આશ્રમમાં મિત્ર અને વરુણ નામે બે મહાત્મા આવ્યા હતા . પરંતુ તે આશ્રમમાંથી વિદાય લેતા હતા ત્યારે તેમણે ફક્ત શિલાદ મુનીને જ દિર્ઘાયું થવાના આશિર્વાદ આપ્યા તેમણે આ મહાત્માઓને પોતાના પુત્રને આશિર્વાદ ના આપવાનું કારણ પૂછ્યું.
ઋષી મિત્ર અને વરુણે કહ્યું કે નંદી આયુ ખૂબ જ ઓછી છે. આ કારણે તેઓ દીર્ઘાયુના આશિર્વાદ આપી શકાય નહીં. પોતાના પિતાની અવદશા જોઇને નંદીએ કહ્યું કે, ‘મને ભગવાનર શંકરે જીવન આપ્યું છે તો તેની રક્ષાની જવાબદારી પણ તેમની જ છે.
તેણે તપશ્ચર્યા દ્વારા મહાદેવને પ્રસન્ન કર્યા. નંદીની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે જ્યારે વરદાન માગવાનું કહ્યું ત્યારે નંદીએ કહ્યું કે, ‘હું સદાકાળ માટે તમારા સાનિધ્યમાં જ રહેવા માગુ છું.’
ભગવાન શંકરે નંદીની આ ઇચ્છા સાંભળી ખૂબ ખુશ થયા અને તેને પોતાના ગળે લગાવી બળદનો ચહેરો આપ્યો. નંદી ફક્ત શિવજીની સવારીજ નહી પણ એ શિવજીના સૌથી મોટા ભક્ત હતા.કહેવાય છે આ રીતે નંદીને ભગવાન શિવે કાયમ માટે પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો.