ઘોર કળિયુગમાં માતાજી મોગલે આ યુવકનું કામ કરતા તે પોતાની માનતા પૂરી કરવા માટે મોગલધામ પહોંચ્યો અને પછી થયું એવું કે…
માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે ને માતાજીના મહિમા વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. ભક્તોના જીવનમાં જ્યારે પણ દુખ આવે છે ત્યારે માતાજીને સાચા ભાવથી યાદ કરવામાં આવે તો માતાજી આપણે બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાજી મોગલ ને તો અઢારે વરણ ની માં કહેવામાં આવે છે.
કહેવાય છે કે માતાજીને જો સાચા દિલથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો આપનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે અને આજ દિવસ સુધીમાં માતાજી મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે ત્યારે આજે આપણે કહેવા જ પરચા વિશે વાત કરવાના છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં મોગલ ધામ આવી પહોંચે છે.
આપણે માતાજી મોગલ ના સાક્ષાત પરચાના અવનવા કિસ્સાઓ સાંભળ્યા જશે અને આ કિસ્સો સાંભળીને પણ તમે આચાર્યચકિત થઈ શકો છો. એ તો પાક્કું છે કે આજના સમયમાં પણ માતાજી પણ સાચી શ્રદ્ધા રાખવામાં આવે તો માતાજી તમારી તમામ સમસ્યાઓ દૂર કરે છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. વધારેમાં વાત કરવામાં આવે તો માતાજી મોગલ ની સેવા કરવા માટે કચ્છમાં મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે
એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5100 રોકડા લઈને કબરાવ ના મોગલ ધામ પહોંચી જાય છે. ત્યારે તે આવીને માતાજી મોગલ ના દર્શન કરે છે અને ત્યારબાદ મણીધર બાપુના આશીર્વાદ લીધા અને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો છું તેવું કહીને બાપુના ચરણોમાં આ રકમ અર્પણ કરી હતી.
મણીધર બાપુ એ આમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે માતાજી એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપી દેજે એટલે માતાજી મોગલ રાજી થશે અને ચમત્કાર નથી પરંતુ માતાજી પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.