કાર અથવા બાઈક ની પાછળ “માં મોગલ કૃપા” લખાઈ કે નહીં..??, જાણો મણીધર બાપુએ શું કહ્યું…
મિત્રો આજે આપણે એક એવી વાત અને કહાની કરવા જઈ રહ્યા છીએ જે આપણે ખૂબ જ જાણવી જરૂરી છે. કારણ કે ઘણી વખત આપણે સૌ કોઈ લોકોએ જોયું હશે કે ગાડી અને બાઈકની ઉપર માં મોગલ કૃપા એવું નામ લખ્યું હશે.
પરંતુ માં મોગલ નું નામ ગાડી અથવા તો બાઈકની ઉપર લખાય કે નહીં તેના ઉપર મણીધર બાપુએ વાત કરી છે. અમુક લોકો પોતાની દુકાન ની અંદર પણ માં મોગલ નું નામ લખતા હોય છે અને ઘણા લોકો પોતાની દુકાન નું નામ માં મોગલ પણ રાખતા હોય છે
આ વાતને લઈને મણીધર બાપુએ વાત કરતાં જણાવ્યું હતું કે, તમે માં મોગલ નું નામ રાખો એમાં કોઈ વાંધો નથી પરંતુ આ નામ લખવું ન જોઈએ. બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો ગાડીની અંદર લખ્યું હોય છે કે મોગલ કૃપા અને ગાડીઓની અંદરથી ઘણી વખત દારૂની બોટલો પણ નીકળતી હોય છે
આ વસ્તુ તે લોકોએ ક્યારે કરવી જોઈએ નહીં. આ બધી વસ્તુ ઘણી વખત ખૂબ જ તકલીફ આપે છે. જુઓ તમે માં મોગલ નું નામ રાખો છો તો બીજી કંઈ ખોટી વસ્તુ ન હોવી જોઈએ.
મણીધર બાપુએ જણાવ્યું હતું કે કામ સારા કરવા હોય તો માં મોગલ નું નામ રખાય નહીં, નહિતર નામ રખાય જ નહીં. બાપુ એ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે કોઈના ઉપર જલ્દી પણ વિશ્વાસ પણ કરવો જોઈએ નહીં.
જ્યારે કોઈ ગાડી લઈને જાય છે ત્યારે ગાડીને કોઈ રોકતું નથી અને પોલીસ અધિકારીઓ પણ કહે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો. પરંતુ હું દરેક લોકોને કહું છું કે ગાડીમાં હું વહુ અથવા તો ના હોવ તો પણ ગાડી ચેક કરી લેવી જરૂરી છે.
મણીધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો ગાડીની ઉપર માં મોગલ પણ લખાવતા હોય છે અને ગાડીની અંદર ઘણી વખત ખોટી વસ્તુઓની હેરાફેરી પણ કરતા હોય છે તેવી વસ્તુની મને ખબર છે.
આ ઉપરાંત તમે ઘણા બધા લોકોને જોયા હશે કે જેઓ માં મોગલ ની છબી પણ ગળાની અંદર પહેરતા હોય છે અને અમુક લોકો વીંટી પણ પહેરતા હોય છે. તેને લઈને મણીધર બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે.
વીટી કે એવું વસ્તુ પહેરતા હોય તો અમુક નિયમો પણ પાડવા પડે તમે માતાજીની છબી વાળી વીંટી પહેરો તો તેમાં કંઈ ખોટું નથી પરંતુ મોગલ મા ની વીંટી પહેરીને તમે રાત્રિના સમયે બે ગ્લાસ બે ગ્લાસ પેક મારો તે પણ વાત ખૂબ જ ખોટી છે. બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે ગાડીની પાછળ માં મોકલ લખાવું તે પણ કઈ વાત ખોટી નથી પરંતુ પછી તે ગાડી ની અંદર કોઈ ખોટું કામ થવું જોઈએ નહીં.