માં ખોડિયાર આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે, મંદિરના દરવાજે માથું ટેકવાથી જ ભક્તોની માનેલી બધી જ ઈચ્છાઓ માં ખોડિયાર પુરી કરે છે.
ગુજરાતની ધરતી પર ઘણા બધા ચમત્કારિક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરતાંની સાથે જ ભક્તોના જીવનમાં આવતા બધા દુઃખો દૂર થાય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખો દૂર થઇ જાય છે.
આ મંદિરમાં આજે પણ સાક્ષાત માં ખોડિયાર બિરાજમાન છે, માં ખોડિયારના આ મંદિરને ૯૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે, ખોડિયાર માતાજીનું આ મંદિર સુરેન્દ્રનગરથી રાજકોટ બાયપાસ રોડથી શેખપર લીમલી ગામમાં આવેલું છે, જ્યાં ટેકરી પર છેલ્લા ૯૦૦ વર્ષથી માં ખોડિયાર હાજરા હજુર બિરાજમાન છે. માં ખોડિયારના દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખો દૂર થઇ જાય છે.
તેથી ભક્તો મોટી સંખ્યામાં માં ખોડિયારના દર્શન કરવા માટે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, આજુબાજુના વિસ્તારમાં પણ આ મંદિરની ખુબ જ માન્યતા વધી ગઈ છે એટલે લોકો દૂર દૂરથી માં ખોડિયારના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં માં ખોડિયાર પોતાની સાત બહેનો સાથે સાક્ષાત બિરાજમાન છે.
આ મંદિરને માલિકી ધારની ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ જગ્યા પર ૯૦૦ વર્ષ પહેલા માં ખોડિયાર સાક્ષાત બિરાજમાન થયા હતા, તેથી લોકો દૂર દૂરથી પોતાની માનતા માનવા માટે આવતા હોય છે, આ મંદિરમાં લોકો સંતાન પ્રાપ્તિ માટે, નોકરી અને લગ્ન માટે માનતાઓ માનવા માટે આવતા હોય છે.
અત્યાર સુધી માં ખોડિયારએ લાખો ભક્તોને ઘણા પરચાઓ આપ્યા છે, તેથી આ મંદિર સાથે લોકોની ખુબ જ અપાર શ્રદ્ધા જોડાયેલી છે તેથી ભક્તો હજારોની સંખ્યામાં માં ખોડિયારના દર્શન કરવા માટે આવતા હોય છે, જો કોઈ ભક્ત સાચા દિલથી મનોકામના માંગે છે તે દરેક ભક્તોની માનેલી મનોકામના માં ખોડિયાર પુરી કરે છે અને તેમનું જીવન માં ખોડિયાર ખુશીઓથી ભરી દે છે.