કનકાઈ માતા ગીરના જંગલોમાં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતની પવિત્ર ધરતી પર ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે તેમાં પણ સૌથી વધારે સૌરાષ્ટ્રની ધરતીને સૌથી વધારે પવિત્ર ગણવામાં આવે છે, સૌરાષ્ટ્રમાં ઘણા એવા પવિત્ર સ્થાનકો આવેલા છે જ્યાં દેવી-દેવતાઓ આજે પણ હાજરા હજુર બિરાજમાન છે. તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પણ આજે બધા લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગિરનાર પર્વત પર ઘણા બધા મંદિરો આવેલા છે. તે દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આજે આપણે એક તેવા જ કનકાઈ માતાજીના મંદિર વિષે વાત કરીશું, આ મંદિર ગિરનારના પર્વતોની વચ્ચે આવેલું છે.
આ મંદિરમાં આજે પણ કનકાઈ માતા સાક્ષાત બિરાજમાન છે. તેથી ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં કનકાઈ માતાના દર્શન કરવા માટે આવતા હોય છે, કનકાઈ માતાજીનું આ મંદિર ઐતિહાસિક અને પૌરાણિક છે તેથી ભક્તો હજારોની સંખ્યામાં દર્શને આવતા હોય છે. આ મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ચાવડા વંશના રાજા કનકે અહીં આવીને કનકાવતી નગરી બનાવી હતી.
આ નગરી બનાવ્યા પછી રાજા નગરની રક્ષા કરવા માટે રાજા કનકાઈ માતાજીની પૂજા કરતા હતા. આ જગ્યા પર માતા કનકેશ્વરીનું બારમી સદીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરનો જીણોદ્ધાર ઇસ ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો.
કનકાઈ માતાના આ મંદિરમાં ચૈત્ર મહિનાની નવરાત્રીમાં ભક્તો મોટી સંખ્યામાં માતાજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે, તે દરેક ભક્તોની માનેલી મનોકામના કનકાઈ માતા પુરી કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દેતા હોય છે.