કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, દીકરીની માનેલી માનતા પુરી થતા દીકરીએ તેનો પહેલો પગાર માં મોગલના ચરણોમાં અર્પણ કર્યો તો મણિધર બાપુ એ જે કહ્યું…
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પુરી થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, કબરાઉમાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો ઘણે દૂરથી અલગ અલગ માનતાઓ લઈને આવતા હોય છે અને દરેક ભક્તની માનેલી મનોકામનાઓ માં મોગલ પુરી કરતા હોય છે.
ઘણા ભક્તો તો જાતજાતની માનતાઓ લઈને આવતા હોય છે, હાલમાં એક તેવી જ દીકરી તેની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉમાં માં મોગલના ધામમાં આવી હતી, દીકરીએ મંદિરમાં આવીને માં મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુના દર્શન કરીને આર્શીવાદ લીધા અને મણિધર બાપુને કહ્યું કે હું મારી માનેલી માનતા પુરી કરવા માટે આવી છું.
તો તે સાંભળીને મણિધર બાપુએ દીકરીને પૂછ્યું કે દીકરી તું શેની માનતા માની હતી તો દીકરીએ કહ્યું કે બાપુ હું સરકારી નોકરી આવે તો પહેલો પગાર માં મોગલના ચરણોમાં અર્પણ કરીશ તેવી માનતા માની હતી એટલે મારે સરકારી નોકરી આવી ગઈ એટલે હું મારો પહેલો પગાર ચડાવવા માટે આવી છું, દીકરીને સરકારી નોકરી આવવાથી તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.
તેથી દીકરી માનતા પુરી કરવા માટે માં મોગલના ધામમાં આવી પહોંચી હતી, દીકરીને મણિધર બાપુએ આખો પગાર અર્પણ કર્યો તો મણિધર બાપુએ એક રૂપિયો ઉમેરીને તે પગાર પાછો આપ્યો અને મણિધર બાપુએ દીકરીને કહ્યું કે માં મોગલે તારી માનેલી માનતા સાત વખત સ્વીકારી, માં મોગલ તો આપનારી છે લેનારી નથી, તેથી માં મોગલ પર વિશ્વાસ રાખજો માં મોગલ તમારા બધા જ ધારેલા કામ પુરા કરશે.