ધ્રાંગધ્રામાં શીતળા માં ૨૧૫ વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પુરી થાય છે.
ગુજરાતના ખૂણે ખૂણે નાના મોટા હજારો-લાખો મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં રોજે રોજ ભક્તો દેવી-દેવતાઓના દર્શન કરવા માટે જતા હોય છે. આ બધા જ પવિત્ર સ્થાનકોમાં દેવી-દેવતાઓ સાક્ષાત બિરાજમાન છે અને તેથી જ ભક્તો અહીંયા દર્શન કરવા માટે રોજે રોજ આવતા હોય છે.
અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા મેળવતા હોય છે.શીતળા માતાજીના એક ચમત્કારિક મંદિર વિષે જાણીએ જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે અને માતાજીના દર્શનથી ભક્તોના જીવનમાં આવતી આ તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય છે.
માતાજીનું આ મંદિર ધ્રાંગધ્રામાં આવેલું છે, અહીંયા રેલવે સ્ટેશન પછી જ આ મંદિર આવેલું છે અહીંયા માં ૨૧૫ વર્ષથી હાજર હજુર બિરાજમાન છે.આ મંદિરનો ઇતિહાસ ધ્રાંગધ્રા સ્ટેટ સાથે જોડાયેલો છે એ સમયે રાજા સર અજીતસિંહ અહીંયા હતા અને આ મંદિર ૨૧૫ વર્ષ જૂનું છે.
ત્યારથી માં અહીંયા બિરાજમાન છે. માતાજીના દર્શન કરવાથી જ ભક્તોને કેટલીય બીમારીઓ દૂર થઇ જાય છે. માતાજીના મંદિરમાં બાળકો માટે તેમની માટે શ્રીફળ અને કુલેરની માનતા રાખે છે.
આમ તેનાથી બાળકોને માતાજી ઘણી બીમારીઓથી દૂર રાખે છે, આ મંદિરમાં માતાજીની મૂર્તિની બાજુમાં બળીયાદેવની મૂર્તિ સ્થાપિત છે. અહીંયા આવતા ભક્તો કોઈ દિવસે ખાલી હાથે પાછા નથી જતા અને માતાજી તેમના દર્શને આવતા તમામ ભક્તોના દુઃખો દૂર કરીને ભક્તોના જીવનમાં સુખ શાંતિ અને ધન્યતાનો અનુભવ થાય છે.