દીકરો ચાલતો થઇ જાય તે માટે પિતાએ માં મોગલને યાદ કરીને ૫૧ હજાર રૂપિયાની માનતા લીધી, તે પછી થયો એવો ચમત્કાર કે પરિવારના લોકો પોતાની આંખે પણ વિશ્વાસ ના કરી શક્યા.
માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના જીવનમાં આવતા બધા દુઃખો દૂર થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દરવાજે માથું ટેકવા માટે આવતા હોય છે, માં મોગલને યાદ કરવા માત્રથી જ માં પોતાના ભકતોની મદદ માટે પહોંચી જતા હોય છે. માં મોગલે અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભકતોના દુઃખો દૂર કર્યા છે.
તેથી માં મોગલના દર્શન કરવા માટે ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, અત્યાર સુધી માં મોગલે લાખો લોકોને નવું જીવનદાન આપ્યું છે. તેથી હાલમાં એક યુવક માનેલી માનતા પુરી કરવા માટે હાથમાં ૫૧ હજાર રૂપિયા લઈને આવ્યો હતો. ત્યારબાદ યુવકે તે રૂપિયા મણિધર બાપુને આપ્યા તો મણિધર બાપુએ કહ્યું કે શેની માનતા હતી.
તો યુવકે કહ્યું કે પોતાના બંને પગે તેને ખુબ જ તકલીફ હતી એટલે તે ચાલી પણ શકતો ન હતો, આ યુવકે ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફરક ના પડ્યો એટલે આખરે આ યુવકે માં મોગલની માનતા લીધી હે માં મોગલ મારો દીકરો પોતાના પગે ચાલતો થઇ જાય તે પછી થોડા જ દિવસોમાં થયો એવો ચમત્કાર કે તે જોઈને પરિવારના લોકોને પણ આંખે વિશ્વાસ ના થયો.
કારણ કે જે દીકરાને ઉભો કરવા માટે ડોકટરો પણ થાકી ગયા હતા તે દીકરાને આજે માં મોગલે ચપટી વગાડતા ઉભો કરી દીધો હતો, દીકરાને પોતાના બંને પગે ચાલતા જોઈને આખો પરિવાર પોતાની આંખે રડી પડી પડ્યો અને તરત જ આખો પરિવાર નાસિકથી કબરાઉ પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો.
ત્યારબાદ મણિધર બાપુએ તે પૈસા યુવકને પરત કરી દીધા અને કહ્યું કે માં મોગલે તારી બધી જ માનેલી માનતા પુરી કરી અને આ રૂપિયા તું તારી બેનને આપી દેજે તો માં મોગલ ખુશ થશે. માં મોગલમાં વિશ્વાસ રાખો તમારા બધા જ ધારેલા કામ માં મોગલ પુરા કરીને તમારું જીવન ખુશીઓથી ભરી દેશે