દરરોજ પૂજા કર્યા બાદ કરો ચંદનના આ ઉપાય! ચુંબકની જેમ ખેચાઈ આવશે ધન, ધંધા-રોજગારમાં પણ થશે લાભ

દરરોજ પૂજા કર્યા બાદ કરો ચંદનના આ ઉપાય! ચુંબકની જેમ ખેચાઈ આવશે ધન, ધંધા-રોજગારમાં પણ થશે લાભ

ભગવાનની પૂજા ચંદન વિના અધૂરી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચંદનનો શણગાર કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ચંદનના કેટલાક ખાસ ઉપાય છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. જાણો તેના વિશે…

જો તમારા દરેક કરેલા કામ બગડતા હોય તો લાલ ચંદનની માળાથી ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै: મંત્રનો સંધ્યા કાળમાં સવા લાખ વખત જાપ કરો આનાથી તમામ કાર્ય સિદ્ધ થશે.

ધંધામાં ખોટ થતી હોય તે કરો આ ઉપાય
જો ધંધામાં સતત ખોટ ચાલી રહી હોય અથવા ધંધો આગળ ન વધી રહ્યો હોય કે અચાનક ધીમો પડી ગયો હોય તો ગુરુવારે લાલ ચંદનમાં હળદર મિક્સ કરીને ગંગાજળની સાથે મુખ્ય દ્વાર અને દરવાજાના ઉમરે તેનો છંટકાવ કરવો. દ્વારની બંને બાજુ સ્વસ્તિક કરો, દરરોજ અગરબત્તી કરો. માનવામાં આવે છે કે આનાથી બિઝનેસમાં વધારો થશે.

આ રીતે થશે આવકમાં વધારો
ધનની કામના કરવા માટે ગુરુવારે ગોપી ચંદનના નવ ટુકડાને પીળા દોરાથી બાંધીને કેળાના ઝાડ પર લટકાવી દો. એવું કહેવાય છે કે તેનાથી આવક વધે છે. પૈસાની સમસ્યા દૂર થશે.

આ રીતે કરો શનિ દોષનો પ્રભાવ ઓછો
શનિની મહાદશાથી પીડિત લોકોએ પાણીમાં ચંદનના મૂળથી સ્નાન કરવું જોઈએ. લગભગ 40 દિવસ સુધી દરરોજ આ ઉપાય કરો. એવું કહેવાય છે કે આનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

રોગ અને પાપોનું નાશ કરે છે ચંદનનું તિલક
પૂજા-પાઠમાં દરરોજ તમારા ઈષ્ટદેવને ચંદનનું તિલક કરો અને પછી તેને પ્રસાદના રૂપમાં તમારા કપાળ પર લગાવો. એવું માનવામાં આવે છે કે તે રોગો અને તમામ પાપોનો નાશ કરે છે.

પૈસાની તંગીમાં આ રીતે મળશે રાહત
પૈસાની તંગીથી રાહત મેળવવા માટે લાલ કપડામાં લાલ ગુલાબ સાથે લાલ ચંદન બાંધીને મંગળવારે મા લક્ષ્મીની સામે રાખો અને પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આ પછી તેને ધન સ્થાન પર રાખો. એવું કહેવાય છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

દાંપત્ય જીવનમાં આવશે મધુરતા
મા પાર્વતીને લાલ ચંદનની માળા અર્પણ કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચેની કડવાશનો અંત આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *