ઘણા પ્રયત્નો કરવા છતાં આ યુવકના લગ્ન ન થતા હતા અને આખરે યુવકે માતાજી મોગલ ની માનતા રાખી અને પછી તો થયો એવો ચમત્કાર કે યુવક દોડતો દોડતો…
મિત્રો માતાજી મોગલ ના પરચા વિશે તો ઘણા બધા લોકો જાણે છે ને માતાજી મોગલ ને માત્ર યાદ કરવાથી જ તેઓ ભક્તોના જીવનમાં આવતા તમામ દુઃખો દૂર કરે છે અને માતાજી મોગલ તેના દરવાજેથી ક્યારેય કોઈ વ્યક્તિને ખાલી હાથે પાછા જવા દેતી નથી ત્યારે આજ સુધીમાં માતાજી મોગલ એ લાખો ભક્તોના દુઃખો દર્દો દૂર કર્યા છે.
મિત્રો કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં લાખો ભક્તો માતાજી મોગલ ના અને મણીધર બાપુના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે અને માતાજી મોગલ એ આજ સુધી હજારો લોકો લાખો લોકોને સાક્ષાત પરચા પુરા પાડ્યા છે જેથી દર્શન કરવા માટે તેઓ અહીં આવતા હોય છે અને પોતાની માનતાઓ પૂરી કરતા હોય છે અને અહીં આવીને ધન્યતા
અનુભવતા હોય છે ત્યારે એક યુવક અહીં આવ્યો હતો અને માનતા પૂર્ણ કરવા માટે આવ્યો હતો ત્યારે મણીધર બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી?ત્યારે યુવકે નિખાલસ ભાવથી જવાબ આપતા જણાવ્યું કે બાપુ કેટલાક સમયથી મારા લગ્ન થઈ રહ્યા ન હતા અને વાત ચાલે પરંતુ છોકરી જોઈ આવું બધું જ નક્કી હોય પરંતુ કોઈને કોઈ અડચણ
અથવા વિઘ્ન આવતો હતો અને મારા લગ્ન અટકી જતા હતા ક્યારેક ઘણા સમયથી આવું થઈ રહ્યું હતું ત્યારબાદ મેં માતાજી મોગલ ની માનતા રાખી કે માતાજી મારા લગ્ન થઈ જશે તો હું 10,000 રૂપિયા કબરાઉધામ આવીને ચડાવીશ.
ત્યારબાદ થોડા દિવસમાં માતાજીની અસીમ કૃપાથી મારી સગાઈ નક્કી થઈ અને મારા લગ્ન પણ કોઈ તકલીફ કે વિઘ્ન વગર પૂર્ણ થઈ ગયા તેથી આજે હું માતાજી મોગલ ના સ્થાને તમારા આશીર્વાદ લેવા અને મારી માનતા પુરી
કરવા આવ્યો છું. અને ત્યારબાદ મણીધર બાપુએ 10,000 રૂપિયા લઈને માતાના ચરણોમાં પ્રસાદીના કરી યુવકને કહ્યું કે માતાજી ભાવની ભૂખી છે આ પૈસા તું તારી બહેન અથવા ગરીબ લોકોને આપી દેજે અને માતાજીએ તારી 151 ગણી માનતા સ્વીકારી છે અને માતાજી મોગલ ના આશીર્વાદ તારા પર હંમેશા બનેલા રહેશે અને કચ્છના કબરાવ ખાતે માતાજી મોગલ ના દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે.