મોગલ માં ને ખુશ રાખવા માટે બાપુ એ આપ્યો ઉપાય , ઉપવાસને બદલે આટલું કરવાથી માતા થાય છે પ્રસન્ન….
માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે.
માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. મોગલ માં નો હાથ કાયમ તેમના ભક્તો ના માથે રહે છે. ભક્તો ના દુઃખ હરવા માટે અને તેમની મુસીબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે.
લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે. કબૂરાઉ માં સાક્ષાત બિરાજમાન માં મોગલના પરચાઓ તો સૌ કોઈ જાણે જ છે. માં મોગલ સાથે અહીં મણિધર બાપુ પણ બિરાજમાન છે.
મોટી સંખ્યા માં ભક્તો કબૂરાઉ ધામમાં આવે છે છતા પણ અહીં કયકરે ભોજન ની કમી નથી થતી. જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે.
મણિધર બાપૂ એ માં મોગલ ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવ્યા છે. બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વ્રત કરવાની જરૂર નથી. માતા મોગલનો ખુશ કરવા હોઈ તો કોઈ ગરીબને કપડાં કે ભોજન કરાવવાથી માં મોગલ તમારા પર પ્રસન્ન થશે.
મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ સદા તમને મળશે અને અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.