અલ્પેશબાપજી શુક્રવારે દંતવત કરતા શક્તિપીઠ પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે જાય છે.

અલ્પેશબાપજી શુક્રવારે દંતવત કરતા શક્તિપીઠ પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે જાય છે.

અમુકવાર લોકોની ભકતી જોઈને થાય કે આવી ભકતી કરવી બધાના બસની વાત નથી. આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે તેમની ભકતી જોઈને તમે પણ બોલી પડશો કે આવી કઠિન ભકતી કરવાની હિંમત બધામાં નથી હોતી.

આ યુવકનું નામ અલ્પેશબાપજી છે. અલ્પેશબાપજી મહાકાળી માતાના ખુબજ મોટા પરમ ભક્ત છે. તેમની આસ્થા મહાકાળી માતા સાથે ખુબજ જોડાયેલી છે.એટલા માટે અલ્પેશબાપજી દર શુક્રવારે દંડવત પ્રમાણ કરતા પાવગઢ ધામના પગથિયાં ચઢે છે અને માતાજીના દર્શન કરે છે.

તેમની આવી કઠિન ભકતી જોઈને ભલભલાના રુંવાટા ઉભા થઇ જાય છે. સામાન્ય લોકો તો પોતાના બે પગે પણ પાવાગઢના પગથિયાં ચઢતા ચઢતા થાકી જાય છે. અમુક લોકો તો રોપવે માં આવે છે.

દંડવત પ્રણામ કરતા જવું એ બધા ના ગજાની વાત નથી, પણ જેમના મનમાં માતાજી પ્રત્યે અપાર ભકતી હોય તે આ કામ કરું શકે છે. તેમનામાં ભકતીનો એટલો જુસ્સો હોય છે તે તેમને પડતી તકલીફો વિષે વિચારી જ ના શકે અને અલ્પેશબાપજી દર શુક્રવારે દંડવત પ્રણામ કરતા માતાજીના દર્શન કરવા પાવાગઢ ચઢે છે.

અમુકવાર તે હાથમાં ગરબા લઈને પણ ચઢે છે.તેમનો આવી જ એક વિડીયો હાલ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. તેને જોઈને એવું લાગે કે આવી ભકતી કરવી બધાના હાથની વાત નથી કારણ કે જેનામાં સાચી શ્રદ્ધા અને ભકતી હોય તે જ આ કામ કરી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *