ઘણા સમયથી અટકેલું જરૂરી કામ પૂરું થઇ જતા આ યુવક ૫૧૦૦૦ હજાર રૂપિયા લઈને કબરાઉ ધામમાં પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આવી પહોંચ્યો અને પછી જે થયું તે…

ઘણા સમયથી અટકેલું જરૂરી કામ પૂરું થઇ જતા આ યુવક ૫૧૦૦૦ હજાર રૂપિયા લઈને કબરાઉ ધામમાં પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આવી પહોંચ્યો અને પછી જે થયું તે…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, માં મોગલને યાદ કરવાથી જ ભક્તોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે. તેથી માં મોગલને દરવાજે માથું ટેકવા માટે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, જે ભક્તો એકવાર માં મોગલના શરણે આવી જાય તે પછી તેમનો એક વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી.

તેવી જ રીતે એક યુવક હાથમાં ૫૧૦૦૦ રૂપિયા લઈને પોતાની માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉમાં બિરાજમાન માં મોગલના ધામમાં આવી પહોંચ્યા હતા, તે યુવકે જણાવતા કહ્યું હતું કે તેને ઘણા સમયથી એક લોનની જરૂર હતી એટલે તે લોન લેવા માટે બેન્કના ઘણા ધક્કા ખાધા હતા તેથી તે ખુબજ કંટાળી ગયો હતો.

તેથી યુવકનું કામ અટકી ગયું હતું એટલે યુવકે થાકીને માં મોગલને યાદ કર્યા કે હે માં મોગલ પાંચ દિવસમાં મને લોન મળી જાય તો હું તારા કબરાઉ ધામમાં આવીને તારા ચરણોમાં ૫૧૦૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે અર્પણ કરીશ, માનતા માન્યાના હજુ તો ત્રણ દિવસ પણ પુરા થયા ન હતા અને યુવકને લોન મળી જતા તે ખુબ જ ખુશ થઇ ગયો હતો.

ત્યારબાદ યુવકે માં મોગલનો ખુબજ આભાર માન્યો અને યુવકની માનતા પાંચ દિવસની જગ્યાએ ત્રણ દિવસમાં પુરી થઇ જતા તે તરત જ માં મોગલની માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો હતો, કબરાઉ આવીને મણિધર બાપુના હાથમાં યુવકે ૫૧૦૦૦ રૂપિયા આપ્યા

અને કહ્યું કે મારી માનતા પુરી થઇ ગઈ છે તો મણિધર બાપુએ કહ્યું માં એ તારી માનતા ૧૫૧ ઘણી સ્વીકારી, આ રૂપિયા તું તારી બેન ભાણેજને આપી દેજે, આથી માં મોગલના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *