માં મોગલે લગ્નના ૨૦ વર્ષ પછી આ દંપતીને એકસાથે બે દીકરીઓ અને એક દીકરો દઈને પરિવારને ખુશીઓથી ભરી દીધો.
માં મોગલના પરચા અપરંપરા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે.માં મોગલે આજ સુધી પોતાના લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલનું નામ લેવાથી જ ભકતોના દુઃખ દૂર ભાગે છે. માં મોગલે આજ સુધી લાખો ભકતોની જીવન સુધારી દીધું છે.
માં તો માં છે. માં મોગલની કોઈ સરખામણી નથી.એક દંપતી પોતાના ત્રણ બાળકોને લઈને માં મોગલના દરવાજે આવ્યા હતા. ત્યાં તેમને જણાવ્યું કે લગ્નના ૨૦ વર્ષ પછી માં મોગલે તેમને એક સાથે બે દીકરીઓ અને એક દીકરો આપીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું.
આ દંપતીએ જણાવ્યું કે તેમના લગ્નના ૧૫ વર્ષથી ઉપરનો સમય વીતી ગયો હતો પણ તેમને કોઈ બાળક નહતું થતું. બાળકો ના હોવાથી તે ખુબજ દુઃખી રહેતા હતા.સંતાનો માટે આ દંપતીએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેમને બધેથી નિરાશા જ મળી.
તો આખરે તેમને માં મોગલની માનતા માની કે હે માં મોગલ અમને સંતાન આપ અને આમારું જીવન ખુશીઓથી ભરી દે. તો માં મોગલની માનતા માન્યતાના થોડા જ સમયમાં ખુશીના સમાચાર આવ્યા અને મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો.
જેમાં બે દીકરીઓ અને એક દીકરો હતો તો જયારે પરિવારને આ વાતની જાણ થઇ તો આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો. પરિવાર થોડા સમય પહેલા તો એક સંતાન માટે પણ વલખા મારી રહ્યું હતું. અને આજે એક સાથે ત્રણ બાળકોના માતા પિતા બની જતા તેમનો પરિવાર પૂરો થઇ ગયો. આવો પરચો તો માં મોગલ જ કરી શકે છે.