આ પરિવારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી દીકરાનો જન્મ થયો નહોતો.., પરિવાર એ મા મોગલ ની માનતા રાખી અને મા મોગલ એ પરિવારની માનતા પુરી કરી અને પછી થયું કે….
સમગ્ર ભારત દેશની અંદર પોતાની અલગ અલગ આસ્થાઓ અને વિશ્વાસ થી લોકો દેવી-દેવતાઓની પૂજા કરે છે, તેમજ આપણો ભારત દેશ ધર્મથી વરેલો દેશ છે, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોગલ માતાજીના ચાર ધામ આવેલા છે,
અને ચાર ધામની અંદર મા મોગલ સાક્ષાત બિરાજમાન છે, આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે, મા મોગલ ની ઉપર રાખવામાં આવતી શ્રદ્ધાને કારણે મા મોગલ પોતાના ભક્તોના જીવનની અંદર આવતા તમામ દુઃખ દર્દ દૂર કરે છે.
આ સાથે જ માં મોગલ પોતાના ભક્તોના ખુશીથી ભરી દે છે, મા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, તેમજ માં મોગલના ધામની અંદર ભક્તોની ભારે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે માનવ મહેરામણ જોવા મળતું હોય છે, માં મોગલ ની ઉપર રાખવામાં આવતો વિશ્વાસ અને શ્રદ્ધાને કારણે મા મોગલ હંમેશા પોતાના ભક્તોને સુખ અને સંપત્તિ આપે છે,
ઘણી વખત મા મોગલ ઘણા દંપતિઓને લાંબા વર્ષે પણ સંતાન સુખ આપે છે. હાલમાં જ એક એવો પરિવાર માં મોગલના ધામની અંદર પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો, અને આ પરિવાર દીકરાને લઈને કબરાઉ ધામ પહોંચી ગયો હતો,
તેમ જ આ પરિવારની અંદર સંતાન પ્રાપ્તિનું સુખ મળતું ન હોવાને કારણે આ પરિવારમાં મોગલ ને યાદ કરીને તેની માનતા માની હતી અને માં મોગલના આશીર્વાદથી આ પરિવારની અંદર દીકરાનો જન્મ થયો હતો.
પરિવારને એના દીકરા નો જન્મ થતા ની સાથે જ આંખો પરિવાર ખુશ ખુશાલ થયો હતો, અને પોતે માનેલી માનતા ને પૂરી કરવા માટે કબરાઉ ધામ આવ્યા હતા. આ પરિવારના લોકોએ મંદિરની અંદર આવીને મા મોગલના દર્શન કર્યા હતા, અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ મા મોગલ ના મંદિર ની અંદર બિરાજમાન એવા મણીધર બાપુને ₹2100 આપ્યા હતા.
અને આ ઘટના વિશે જણાવી હતી, ત્યારે મણીધર બાપુએ ₹2100 માં 20 રૂપિયા ઉમેરીને પરિવારને પાછા આપ્યા હતા, અને કહ્યું હતું કે તારી માનેલી માનતા પુરી એવું કહીને પૈસા પાછા આપી દીધા હતા, અને મા મોગલ તો આપનારી છે, લેનારી નથી તેવું પણ કહ્યું હતું. તેને કારણે મા મોગલ એ અત્યાર સુધીમાં ઘણા ભક્તોના જીવનની અંદર આવતા દરેક દુઃખ દૂર કર્યા છે.
અને મા મોગલ નું નામ લેવાથી જ ભક્તોના ધારેલા તમામ કામ પૂરા થયા છે. ભક્તોની માનેલી માનતાઓ પૂરી કરવા માટે મા મોગલ એ અત્યાર સુધીમાં ઘણા ભક્તોને પરચા બતાવ્યા છે. અને ઘણા ભક્તોને તેમના જીવનની અંદર સુખ શાંતિ આપી છે, આથી જ માં મોગલના દર્શન કરવા માટે ભક્તોની લાખો માં સંખ્યા ઉમટી પડતી હોય છે