બીમાર ભાઈ માટે બહેને માં મોગલની ૫૦ હજાર રૂપિયા ચઢાવવાની માનતા માની હતી તો થયો ચમત્કાર…
ભાઈ બહેનનો પ્રેમ અનોખો હોય છે. બંને એક બીજા સાથે ઝગડે પણ જયારે બંને માંથી કોઈ તકલીફમાં હોય તો મદદ માટે પણ તે જ સૌથી પહેલા દોડી આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક બહેને પોતાના ભાઈની માટે માનેલી માનતા પુરી કરવા માટે ૫૦ હજાર રૂપિયા લઈને માં મોગલના કાબરાઉ ધામ આવી હતી.
ત્યાં મણિધર બાપુને હાથમાં ૫૦ હજાર રૂપિયા આપ્યા.તો મણિધર બાપુએ કહ્યું કે બેટા શનિ માનતા હતી. તો મહિલાએ જણાવ્યું કે તેમના ભાઈની તબિયત ખુબજ બગડી ગઈ હતી તે ખુબજ બીમાર રહેતા હતા.
ઘણીં જગ્યાએથી દવાઓ લીધા પછી પણ ભાઈની તબિયતમાં જોવે એવો સુધારો નથી આવ્યો તો મહિલાએ પોતાના ભાઈ માટે માનતા માની હતી. કે માં મોગલ મારા ભાઈની તબિયત સારી થઇ ગઈ તો.
તો તારા કાબરાઉ ધામ આવીને ૫૦ હજાર રૂપિયા ચઢાવીશ. માનતા માન્યાના એક વર્ષ પછી માં મોગલની કૃપાથી યુવકની તબિયતમાં ખુબજ સુધારો આવી ગયો અને આ જોઈને બહેનની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા.
તો બહેન તરત જ પોતાના ભાઈ માટે માનેલી માનતા પુરી કરવા ૫૦ હજાર રૂપિયા લઈને કાબરાઉ આવી.તો મણિધર બાપુએ કહ્યું કે આ તારો માં મોગલ પર વિશ્વાસ હોવાના કારણે થયું છે.
દવા પણ લેવાની અને માં મોગલ પણ વિશ્વાસ પણ રાખવાનો કયારેય અંધશ્રદ્ધા ના રાખવાની.માં મોગલ સદાય તમારું ભલું કરશે અને મણિધર બાપુએ તે ૫૦ હજાર રૂપિયામાં ૧ રૂપિયો ઉમેરીને મહિલાની દીકરીને આપી દીધા.