એક કરોડ ની રકમ મહિલા શિક્ષિકા એ હનુમાન જી મંદિર ટ્રસ્ટ ને આપી દાન મા પતિ-બાળકો હોવા છતાં મહિલા એ…જાણો વિગતે.

એક કરોડ ની રકમ મહિલા શિક્ષિકા એ હનુમાન જી મંદિર ટ્રસ્ટ ને આપી દાન મા પતિ-બાળકો હોવા છતાં મહિલા એ…જાણો વિગતે.

આપણા સમાજમાં દાન ધર્મ નું ખૂબ જ મહત્વ છે. લોકો નિરાધાર લોકોને મદદ કરીને નિરાધાર લોકોની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે અને આપણા ભારતમાં અનેક મંદિરો પણ આવેલા છે અને મંદિરમાં લોકો દાન ધર્મ કરીને પુણ્ય કમાતા હોય છે.

પરંતુ એક કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા શિક્ષિકા ના બે પુત્રો મિલકતને લઈને ઝઘડતા હોવાને લીધે મહિલાએ તેની સંપત્તિનો અમુક હિસ્સો એક હનુમાનજી મંદિર માં દાનમાં કરી દીધો હતો.

વધુ વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશ ના વિજયપુર શહેરના પ્રખ્યાત છિમછિમા હનુમાનજી મંદિર માં એક મહિલા શિક્ષિકાએ મંદિરના ટ્રસ્ટને કરોડ રૂપિયાથી પણ વધુની સંપત્તિ દાનમાં આપી હતી. આ મહિલા નું નામ શિવ કુમારી છે. કે જે વિજયપુર વિસ્તારના ખેતરપાળ ગામની સરકારી શાળામાં ભણાવે છે. તે તેના પતિ અને પુત્રના વર્તનથી ખૂબ નારાજ હતી.

એટલે તેણે પુત્રોને તેની સંપત્તિનો કેટલોક હિસ્સો સોંપી દીધો અને ત્યારબાદ મહિલા શિક્ષિકાએ તેમનું વસિયતનામું તૈયાર કરાવ્યું. જેમા તેને કહ્યું કે તેમના મૃત્યુ પછી ઘરની જંગમ મિલકત હનુમાનજી મંદિર ટ્રસ્ટની રહેશે. બેંક બેલેન્સ અને જીવન વીમા પોલિસી માંથી મળેલી રકમમાંથી સોનુ અને ચાંદી મંદિર ટ્રસ્ટનું રહેશે અને તેમણે એવી પણ અપીલ કરી હતી કે તેમના મૃત્યુ બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર મંદિર ટ્રસ્ટના લોકો સાથે મળીને કરે.

આ દાનની સંપત્તિ ની રકમ લગભગ 1 કરોડથી પણ વધુ ની આંકવામાં આવેલી છે. આમ આ શિક્ષિકા મહિલાએ એક કરોડથી પણ વધૂ રકમનું દાન કરીને પોતાના જીવનને સાર્થક બનાવ્યું છે. આવા ઘણા બધા લોકો કોઈ ગરીબોની અથવા તો મંદિરોમાં ભેટ દાન કરીને કંઈક ને કંઈક સમાજને મદદરૂપ થતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *