Redmi Note 13 : રેડમીએ લોન્ચ કરી Redmi Note 13 સિરીઝ, 20 હજારથી ઓછામાં મળશે 200MP નો કેમેરો..

Redmi Note 13 : રેડમીએ લોન્ચ કરી Redmi Note 13 સિરીઝ, 20 હજારથી ઓછામાં મળશે 200MP નો કેમેરો..

જો તમે નવો Redmi સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ નવી સિરીઝ લોન્ચ કરી છે. Redmi દ્વારા Redmi Note 13 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેની નવી શ્રેણીમાં ત્રણ નવા સ્માર્ટફોન રજૂ કર્યા છે, જેમાં Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro Maxનો સમાવેશ થાય છે.

Redmi એ ત્રણેય સ્માર્ટફોન પર યુઝર્સને શાનદાર ઑફર્સ આપી છે. કંપનીએ Note 13 અને Note 13 Pro Plus 5Gમાં મોટી 5000mAh બેટરી આપી છે, જ્યારે Redmi Note 13 Pro મોડલમાં 5100mAh બેટરી હશે. આ શ્રેણીમાં, કંપનીએ એક ફોન લોન્ચ કર્યો છે, જેમાં 200MP કેમેરા છે, જેની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી છે.

Redmi Note 13
Redmi Note 13

Redmi Note 13 સિરીઝની કિંમત

Redmi Note 13 સિરીઝના લોન્ચ સાથે, કંપનીએ માર્કેટમાં એક નવું ટેબલેટ અને TWS રજૂ કર્યું છે. કિંમતની વાત કરીએ તો, કંપનીએ Redmi Note 13નું બેઝ વેરિઅન્ટ લગભગ રૂ. 12799માં લોન્ચ કર્યું છે, જ્યારે તેનું અપર મોડલ રૂ. 18 હજારની આસપાસ છે.

આ પણ વાંચો : Satyanarayan Nuwal : માત્ર ધોરણ 10 પાસ છે આ બિઝનેસમેન, 16,538 કરોડ રૂપિયાની કંપનીના બની ચૂક્યા છે માલિક

Redmi Note 13 proનું બેઝ મૉડલ 16 હજાર રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું છે, જ્યારે તેનું અપર મૉડલ 23 હજાર રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યું છે. તો આ સીરીઝના ટોપ મોડલ, Redmi Note 13 Pro Plus 5Gની બેઝ પ્રાઈસ 21,700 રૂપિયાની આસપાસ છે, જ્યારે ટોપ મોડલની કિંમત લગભગ 25,000 રૂપિયા છે.

Redmi Note 13
Redmi Note 13

Redmi Note 13 સિરીઝ સ્ટોરેજ અને રેમ વેરિઅન્ટ

કંપનીએ ત્રણ સ્ટોરેજ વિકલ્પોમાં Redmi Note 13 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ મોડલનો પહેલો બેઝ વેરિઅન્ટ 6GB અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. તેનું બીજું મોડલ 8GB રેમ સાથે 128GB/256GB સ્ટોરેજ સાથે આવે છે. તો ત્રીજું મોડલ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

Redmi Note 13 Pro 5G નું બેઝ મોડલ 8GB રેમ અને 128GB/256GB સ્ટોરેજ સાથે આવે છે. તેના અન્ય વેરિઅન્ટ્સમાં 12GB રેમ સાથે 256GB અને 512GB સ્ટોરેજ છે. તેનું ત્રીજું વેરિઅન્ટ 16GB રેમ સાથે આવે છે, જ્યારે તેમાં 512GB સ્ટોરેજ છે.

આ શ્રેણીના ટોચના વેરિઅન્ટમાં, Redmi Note 13 Pro Plus 5G, વપરાશકર્તાઓને 16GB સુધીની રેમ અને 512GB સુધીની સ્ટોરેજ મળે છે.

more article : Tata Azura : ટાટા લાવી રહ્યું છે કૂપ-સ્ટાઈલની નવી SUV ‘Azura’! કેટલી ખાસ હશે કાર અને શું છે નામનો અર્થ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *