Rashifal : ચૈત્ર નવરાત્રિ પહેલા વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકશે, દરેક કામમાં મળશે સફળતા..

Rashifal : ચૈત્ર નવરાત્રિ પહેલા વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકશે, દરેક કામમાં મળશે સફળતા..

Rashifal : વર્ષ 2024નું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે લાગી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સૂર્ય ગ્રહણ ત્રણ રાશિના જાતકો માટે વિશેષ લાભકારી રહેશે.

Rashifal : વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે લાગી રહ્યું છે. તેને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. તેવામાં સૂર્ય સંબંધિત કોઈપણ ઘટના થાય તો તેની અસર દેશ-દુનિયા પર જરૂર પડે છે.

Rashifal : નોંધનીય છે કે આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. પરંતુ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ તેની અસર દરેક રાશિના જાતકો પર પડી શકે છે. ચૈત્ર નવરાત્રિ પહેલા પડનાર આ સૂર્ય ગ્રહણની અસર કેટલાક જાતકો પર સકારાત્મક તો કોઈ ઉપર નકારાત્મક પડશે.

કયા સમયે લાગશે સૂર્ય ગ્રહણ?

ભારતીય સમયાનુસાર સૂર્ય ગ્રહણ રાત્રે 9 કલાક 12 મિનિટે શરૂ થઈ રહ્યું છે, જે 9 એપ્રિલે સવારે 2 કલાક 22 મિનિટ પર સમાપ્ત થઈ રહ્યું છે.

Rashifal
Rashifal

કયાં-કયાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?

વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ સિવાય પશ્ચિમી યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તરી અમેરિકા (અલાસ્કાને છોડીને), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગોમાં, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં, આયર્લેન્ડ વગેરે દેશોમાં તેને જોઈ શકાય છે.’

આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

સૂર્ય ગ્રહણનો કયાં જાતકો પર પડશે શુભ પ્રભાવ

નોંધનીય છે કે આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ હશે, જે આશરે ચાર વર્ષ બાદ લાગી રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણના સમયે રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં બશે. મીન ગુરૂની રાશિ છે. તેવામાં સૂર્યની સાથે ગુરૂનો મિત્રતાનો ભાવ છે. આ સાથે સૂર્યની સાથે ચંદ્રમા, શુક્ર અને રાહુ પણ હશે. ચંદ્રમા બારમાં ભાવમાં શનિ અને મંગળ સ્થિત હશે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.

વૃષભ રાશિ

સૂર્ય ગ્રહણની અસર વૃષભ રાશિના જાતકો પર સકારાત્મક પડવાની છે. આ રાશિના જાતકોને ધનલાભનો યોગ બની રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. તમારી અટવાયેલી કોઈ યોજના ફરી શરૂ કરી શકો છો. કરિયર સાથે જોડાયેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આ સાથે પરિવારમાં સમય પસાર કરશો.

Rashifal
Rashifal

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણની અસર આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પડવાની છે. લાંબા સમયથી બંધ કામ ફરી શરૂ થશે. જો તમે શિક્ષણ કે નોકરીને લઈને વિદેશ જવા ઈચ્છો છો તો તમારૂ સપનું પૂરુ થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. માનસિક-સુખ શાંતિનો અનુભવ થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.

આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે પણ સૂર્ય ગ્રહણ અનુકૂળ રહેવાનું છે. લાંબા સમયથી પરિવારમાં ચાલતી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ સાથે જીવનમાં કોઈ ફેરફાર જોવા મળી શકે છે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તણાવથી મુક્તિ મળશે. વરિષ્ઠ લોકોના સહયોગથી તમારો લક્ષ્ય હાસિલ કરી શકો છો.

Rashifal
Rashifal

more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *