Rashifal : શનિદેવ 11 મહિના સુધી આ 3 રાશિવાળા પર ખુબ વરસાવશે વ્હાલ, છપ્પરફાડ ધનલાભ કરાવશે, મુશ્કેલીઓ દૂર કરશે…..
Rashifal : શનિદેવનું નામ સાંભળતા જ લોકોના ડરના માર્યા ટાંટિયા ધ્રુજવા લાગતા હોય છે. તેઓ જ્યારે પણ ગોચર કરે કે તેમની ચાલમાં ફેરફાર થાય તો લોકોને એમ થાય તેની નકારાત્મક અસર પડતી હોય છે. પરંતુ હંમેશા એવું નથી હોતું. ક્યારેય શનિની સ્થિતિ કોઈ રાશિમાં એવા રાજયોગ બનાવે છે જેનાથી કેટલીક રાશિઓને ખુબ ફાયદો થાય છે. નવ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ગોચર કરે છે.
શનિએ બનાવ્યો છે રાજયોગ
Rashifal : હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. પોતાની જ રાશિમાં હોવાના કારણે શનિ શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ કરે છે. શનિ 29 માર્ચ 2025 સુધી કુંભ રાશિમાં રહેશે. આ એક વર્ષમાં શનિ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવશે. ત્યારબાદ શનિ 30 વર્ષ પછી ફરીથી કુંભ રાશિમાં પાછા ફરશે. જાણો શશ રાજયોગથી કઈ કઈ રાશિઓને લાભ થશે.
Rashifal શશ રાજયોગ શું હોય છે
Rashifal : શશ મહાપુરુષ રાજયોગ દુર્લભ રાજયોગ ગણાય છે. તે ખુબ પ્રભાવશાળી માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષની વાત કરીએ તો જે વ્યક્તિની કુંડળીમાં શશ રાજયોગ બને તેને ખુબ ધનલાભ થાય છે. શશ રાજયોગ ત્યારે બને છે જ્યારે શનિ લગ્ન ભાવથી ચંદ્ર ભાવથી કેન્દ્ર ભાવમાં સ્થિત હોય એટલે કે શનિ કુંડળીમાં લગ્ન કે ચંદ્રમા પહેલા ચોથા, સાતમા કે દસમા ભાવમાં તુલા, મકર કે કુંભ રાશિમાં સ્થિત હોય તો શશ રાજયોગ બને છે. હાલમાં શનિની વાત કરીએ તો શનિ કુંભ રાશિના ગોચરમાં થઈને શશ યોગ બનાવે છે. કઈ રાશિઓને ફાયદો કરાવશે તે પણ જાણો.
આ પણ વાંચો : HEALTH TIPS : સાકર અને વરિયાળીનું પાણી શરીર માટે અમૃત, જાણો રોજ પીવાથી થતા ફાયદાઓ વિશે
વૃષભ રાશિ
Rashifal : વૃષભ રાશિમાં શશ રાજયોગ દશમ એટલે કે કર્મ ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે. કરિયરમાં ખુબ લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને ધન ધાન્ય વધશે. સંબંધોમાં મધુરતા આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળશે. નોકરીયાત લોકોને પણ ખુબ ફાયદો થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. વેપારમાં ખુબ લાભ થશે. પરિવાર સાથે સારો સમય વીતશે.
કુંભ રાશિ
Rashifal : કુંભ રાશિનાલગ્ન ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિવાળાને ખાસ લાભ થઈ શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સાથે જ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો આ સમયમાં લાભ કરાવી શકે છે. તમારા કામને જોઈને પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. તમારા હુનરથી દરેક પ્રેરિત થશે. કરિયર વધારવામાં મદદ કરી શકે છે. બિઝનેસમાં પણ લાભ મળી શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધુ રહેશે. લાંબા સમયથી ચાલતા કોર્ટ કચેરીના મામલાઓથી છૂટકારો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
મકર રાશિ
Rashifal : મકર રાશિવાળા માટે શશ રાજયોગ ખુબ લાભકારી રહેશે. આ રાશિમાં આ રાજયોગ અગિયારમાં ભાવમાં બની રહ્યો છે. આ ભાવ કરિયરનો ગણાય છે. આવામાંઆ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટવાયેલા કામો પૂરા થવાની સાથે ધન સંપત્તિ વધશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. અથવા તો વિદેશ ફરવાનો પ્લાન બની શકે છે. નોકરીયાતો માટે આ રાજયોગ શુભ સાબિત થશે.
વૃશ્ચિક
Rashifal : વૃશ્ચિકવાળાના કરિયરમાં નવી ઊંચાઈ જોવા મળશે. પ્રમોશનની તક છે. પગાર વધારો થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા હશો તો ખુબ લાભ થશે. પ્રભાવશાળી લોકોને મળવાનું થશે. લવ લાઈફ પણ સારી રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. ધન ધાન્ય વધશે.
more article : Astro Tips : માતા લક્ષ્મીની કૃપા મેળવવા, દરરોજ કરો આ 5 સરળ પગલાં, તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે.