Rashifal : સૂર્યદેવનું મેષ રાશિમાં ગોચર, જાણો કઈ 6 રાશિ પર પડશે શુભ પ્રભાવ…

Rashifal : સૂર્યદેવનું મેષ રાશિમાં ગોચર, જાણો કઈ 6 રાશિ પર પડશે શુભ પ્રભાવ…

Rashifal  : દરેક ગ્રહોના સ્વામી સૂર્ય દેવનું શનિવાર 13 એપ્રિલના રોજ મેષ રાશિમાં ગોચર કરશે તેનાથી 6 રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન સૂર્ય 13 એપ્રિલે સવારે 9:15 કલાકે રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ એક મહિના બાદ એટલે કે 14 મે સાંજે 06:04 વાગે વૃષભ રાશિમાં જશે. તેમની આ રાશિના ફેરફારથી કઈ 6 રાશિઓ પર, કેવી અસર થશે? તેનું અહીંયા જ્યોતિષીય રીતે વિશ્લેષણ જાણવાનો પ્રયાસ કરીએ.

6 રાશિના લોકોની ખુલશે કિસ્મત

મેષ

Rashifal : મેષ રાશિમાં સૂર્યના ગોચરથી વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો થવાની શક્યતા, આવકના સ્ત્રોત વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. આ સિવાય સંતાન પ્રાપ્તિની પણ શક્યતા છે.

મિથુન

Rashifal : મિથુન રાશિના લોકોના જીવનમાં દુ:ખ દૂર થઈને સમૃદ્ધિ આવશે. વિદેશમાં નોકરી મળવાની શક્યતા. સુર્યના મેષ રાશિમાં ગોચર બાદ મિથુન રાશિના લોકો સફળ થઈ શકશે. કરિયરમાં સફળતા મળી શકે છે.

તુલા

તુલા રાશિમાં સૂર્યના પ્રવેશથી તમારૂ વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂરું થઈ શકશે. તમારી ઈચ્છાઓ પુર્ણ થશે. વાદ-વિવાદમાં સફળતા મળી શકશે. આ મહિના દરમિયાન કોઈને પૈસા ન આપો.

વૃશ્ચિક

Rashifal : સૂર્યના ગોચરથી વૃશ્ચિક રાશિના લોકોને શૈક્ષણિક સ્પર્ધામાં મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારે પ્રયાસો ચાલુ રાખવા જોઈયે. સંતાન તરફથી ખુશી મળવાની શક્યતા છે. પિતાના ચરણ સ્પર્શ કરવાથી તમારા કામ પૂરા થશે.

આ પણ વાંચોઃ Rashifal : 500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર 4 ગ્રહો બનાવી રહ્યા છે દુર્લભ સંયોગ, આ લોકો માટે શરૂ થશે ‘સારા દિવસો’

મકર

Rashifal : 13મી એપ્રિલ બાદ મકર રાશિના લોકોને સફળતા મળશે. કરિયરમાં તમને અનેક સફળતા મળશે. જે લોકો વેપાર કરે છે તેમને આર્થિક ફાયદો થઈ શકે છે. આ દરમિયાન પડકારો આવી શકે છે છતા તમે સફળ થશો.

મીન

સૂર્યદેવના ગોચરથી 13 એપ્રિલ બાદ મીન રાશિના લોકોનુ સન્માન વધશે. મીન રાશિના લોકોને અચાનક પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેમને સરકાર તરફથી ફાયદો થઈ શકે છે. પેન્ડિંગ કામ પાર પડવાની શક્યતા. માનસિક શાંતિ મળશે.

MORE ARTICLE : Mini Ambaji : ગુજરાતનું મીની અંબાજી જ્યાં માં અંબાની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન, ટ્રકથી પૂર્યો હતો પરચો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *