Rashifal : હનુમાન જયંતિ પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર….

Rashifal : હનુમાન જયંતિ પર સર્જાઇ રહ્યા છે ઘણા રાજયોગ, 4 રાશિઓના ખુલશે પ્રગતિના દ્વાર….

Rashifal : હિંદુ પંચાંગના અનુસાર ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર આ દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની પૂજા કરીને વિધાન છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહે છે તેમને મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે. આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે.

હનુમાન જયંતિ પર બનેશે દુર્લભ સંયોગ

Rashifal : જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ વખતે હનુમાન જયંતિ ખાસ ગણવામાં આવી રહી છે. આ વખતે સંયોગથી મીન રાશિમાં પંચગ્રહી રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપરાંત મેષ રાશિમાં બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય રાજયોગ બનાવ્યા છે. કુંભ રાશિમાં શશ રાજયોગનું નિર્માણ થઇ રહ્યા છે. આ રાજયોગના નિર્માણથી 4 રાશિઓને જોરદાર ફાયદો થવાનો છે. આવો જાણીએ આ રાશિઓ વિશે…

મેષ

મેષ રાશિના જાતકો માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નોકરીયાત લોકોની સમસ્યાઓ હલ થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સિવાય નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો  : Jaynti Kanani Success Story : એક સમયે સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહતા, 6 હજાર મળતો હતો પગાર, આજે આ અમદાવાદીની છે કરોડોમાં નેટવર્થ

મિથુન

Rashifal : મિથુન રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાની વધુ તક મળશે, તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. વેપારી માટે સમય સારો છે, તમને મોટો સોદો મળી શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે હનુમાન જયંતિ શુભ રહેવાની છે. આ દિવસથી તેમની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમને કરિયર માટે સુવર્ણ તકો મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. વ્યાપારીઓના વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે.

કુંભ

Rashifal : કુંભ રાશિના જાતકો માટે હનુમાન જયંતિ સારા સમાચાર લઈને આવશે. હનુમાનજીની કૃપાથી અટકેલા કાર્યો પૂરા થશે અને તમે તમારા અટકેલા પૈસા પણ પાછા મેળવી શકશો. વેપારી માટે સમય સારો રહેશે, કારણ કે મોટી ડીલ તમારી રાહ જોઈ રહી છે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે, ભવિષ્યમાં તમને સારા પરિણામો મળશે.

more article  : Mahakali Mata : પાવાગઢનો ઈતિહાસ મહાકાળી માતાજી પહેલા અચૂક અહીંયા દર્શન કરવા મહિમા, નહીં તો…..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *