Rashifal : આ જાતકોની બલ્લે-બલ્લે, ‘ડબલ ગજકેસરી યોગ’નું નિર્માણ, નોકરી, વેપાર અને કરિયરમાં પ્રગતિનો યોગ…
Rashifal : તમારા દિવસો બદલાઈ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં લગ્ન ભાવમાં પ્રવેશ કરી રહ્યાં છે. આ સાથે ગ્રહોના રાજકુમાર બુધ અને ગુરૂ ચોથા ભાવમાં રહેશે. તેવામાં ચંદ્રમા પર બુધની સાથે સાથે ગુરૂની દ્રષ્ટિ પડી રહી છે, જેનાથી ડબલ ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તુલા રાશિમાં ગજકેસરી યોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે.
ગજકેસરી યોગ 3 રાશિઓને ભારે ફાયદો કરાવી શકે છે
Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્રમાં અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બને છે, જેનાથી વિવિધ પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જ્યાં હોળીના દિવસે ચંદ્રમા કન્યા રાશિમાં રહી કેતુની સાથે યુતિ બનાવી રહ્યાં છે. તેવામાં કેતુને કારણે ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. તો હોળી બાદ 27 માર્ચે ચંદ્રમા તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેવામાં તે ગજ કેસરી યોગનું નિર્માણ કરી રહ્યાં છે. આ ગજકેસરી યોગ 3 રાશિઓને ભારે ફાયદો કરાવી શકે છે. જો તમારી પણ આ રાશિ હોય તો તમને મોટો લાભ થવાની પૂરી શક્યતા છે.
તુલા રાશિ
Rashifal : હોળી બાદ લાગનાર ડબલ ગજ કેસરી યોગથી તુલા રાશિના જાતકોને ધનલાભ થઈ શકે છે. આ યોગને કારણે નોકરીની સાથે પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. એટલું જ નહીં તમારૂ કોઈ કામ લાંબા સમયથી અટવાયું છે તો તે પૂરુ થઈ શકે છે. કુલ મળીને આ સમય તમારા માટે ખાસ રહેવાનો છે.
આ પણ વાંચોઃ Success Story : યુટ્યુબથી કરી તૈયારી, UPSCમાં પહેલા પ્રયાસમાં જ મળી સફળતા; વાંચો IAS તરુણી પાંડેની કહાની…
વૃશ્ચિક રાશિ
Rashifal : ડબલ ગજકેસરી યોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભદાયક છે. વૃશ્ચિક રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થઈ શકે છે. હોળીના સમયે હોળાષ્ટક લાગી જાય છે, જેમાં કોઈ નવા કે શુભ કામ થતા નથી. જે દિવસે ગજ કેસરી યોગ બની રહ્યો છે તે દિવસે નવા વેપારની શરૂઆત કરી શકો છો. આ દિવસ ખુબ સુભકારી છે. તમારૂ ભાગ્યોદય થઈ શકે છે.
મકર રાશિ
Rashifal : ગજ કેસરી યોગથી મા લક્ષ્મીની કૃપા તમારા પર થશે. આ યોગને કારણે મકર રાશિનજા જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. ડબલ ગજ કેસરી યોગને કારણે તમને ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે. આ સાથે ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. આ સમય તમારા જીવનમાં મોટા અને સુખમય ફેરફાર લાવી શકે છે. આ સમયનો આનંદ ઉઠાવો.
more article : Health Tips : તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલા આ નિયમો જાણો નહિતો શરીરમાં કોપર વધતા થશે આ નુકસાન..