Rashifal : 30 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે મંગળ-શનિની યુતિ,15 માર્ચ 2024 પછીનો સમય આ રાશિઓ માટે સારો….

Rashifal : 30 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે મંગળ-શનિની યુતિ,15 માર્ચ 2024 પછીનો સમય આ રાશિઓ માટે સારો….

Rashifal : દરેક ગ્રહ નિશ્ચિત સમય અંતરાલ પર રાશિ પરિવર્તન કરે છે. ઘણી વખત ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે બે ગ્રહોની યુતિ પણ સર્જાતી હોય છે. માર્ચ મહિનો ગ્રહોના રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. હવે ગ્રહોના સેનાપતિ મંગળ 15 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિદેવ બિરાજમાન છે 15 માર્ચ 2024 થી કુંભ રાશિમાં મંગળ અને શનિની યુતિ સર્જાશે.

Rashifal : જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ સાહસ, પરાક્રમ અને ઊર્જાનો કારક ગ્રહ છે. કુંભ રાશિમાં જ્યારે કર્મ અનુસાર ફળ આપનાર શનિ અને મંગળ એક સાથે હશે તો કેટલીક રાશિના લોકો પર તેની નકારાત્મક અસર જોવા મળશે તો કેટલીક રાશિને આ યુતિથી ફાયદો થશે. કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ 30 વર્ષ પછી સર્જાઇ રહી છે. આ યુતિ કઈ કઈ રાશિના લોકોને લાભ કરાવશે તે પણ જાણી લો.

કુંભ રાશિમાં શનિ મંગળની યુતિ

આ પણ વાંચો: Gujarat : વૃંદાવનમાં મનાવો હોળી-ધૂળેટી આ ટ્રેનનો ઉઠાવી શકો છો લાભ, ગુજરાતના આટલા સ્ટેશનોને કરે છે કવર

મેષ રાશિ

Rashifal : જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિ માટે મંગળ અને શનિની યુતિ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને કાર્યોમાં સફળતા મળવાના પણ યોગ છે. રોકાણ કરવાથી આ રાશિના જાતકોને ફાયદો થશે. અચાનક ધન લાભ થશે. નોકરી કરતા લોકોને પણ સારી ઓફર મળી શકે છે.

આ પણ વાંચો:

ધન રાશિ

Rashifal : મંગળ અને શનિની યુતિ ધન રાશિના લોકોને લાભ કરાવશે. નોકરીમાં માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા વધશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય દરમિયાન સારી તક મળી શકે છે. વેપારમાં પણ ભાગ્યનો સાથ મળશે. લવ લાઈફ સારી રહેશે. આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ

15 માર્ચથી કુંભ રાશિમાં જ મંગળ અને શનિની યુતિ સર્જાશે. તેથી આ રાશિના લોકોને પણ મંગળ અને શનિ ફાયદો કરાવશે. આ યુતિ કારકિર્દી માટે સૌથી શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારમાં પણ નફો થઈ શકે છે. આ સમય દરમિયાન સંપત્તિમાં વૃદ્ધિ થશે.

more article : અનોખું મંદિર : બાબાનું નિધન થતા તેમની સાથે કબરમાં કુદી ગયો કૂતરો! આજે કૂતરાના મંદિર પર જામે છે ભક્તોની ભીડ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *