Rashifal : અક્ષય તૃતીયા પર બની રહ્યાં છે સૌભાગ્યશાળી યોગ, મા લક્ષ્મી આ 5 જાતકો પર કરશે ધન-સંપત્તિનો વરસાદ…

Rashifal : અક્ષય તૃતીયા પર બની રહ્યાં છે સૌભાગ્યશાળી યોગ, મા લક્ષ્મી આ 5 જાતકો પર કરશે ધન-સંપત્તિનો વરસાદ…

Rashifal : અક્ષય તૃતીયા આ વર્ષે 10 મેએ છે અને આ દિવસે એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યાં છે. ગજકેસરી યોગની સાથે શુક્ર આ દિવસે ગ્રહોના રાજા સૂર્યની સાથે મેષ રાશિમાં છે. તેવામાં અક્ષય તૃતીયા પર શુક્રાદિત્ય યોગ પણ બન્યો છે. સાથે શનિ પોતાની મૂળત્રિકોણ રાશિમાં થઈ શશ રાજયોગ બનાવી રહ્યાં છે. આ સાથે મંગળ અને બુધની યુતિથી મીન રાશિમાં ધન યોગ બનેલો છે. આ સાથે તે દિવસે રવિ યોગ પણ રહેશે. આ શુભ યોગથી અક્ષય તૃતીયાનું પર્વ વૃષભ અને કર્ક સહિત 5 રાશિના જાતકોના જીવનમાં પ્રગતિ અને ખુશી લઈને આવશે અને આ જાતકોનું ભાગ્ય ચમકી જશે.

વૃષભ રાશિઃ

ધન પ્રાપ્તિનો યોગ

Rashifal : અક્ષય તૃતીયા પર બનનારા શુભ યોગથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં સારા દિવસો આવશે. તમને કરિયર અને કારોબારમાં નવી તક મળશે. તમને નાણાલાભ થવાની સાથે તમારા અટવાયેલા કામ થશે અને તમે રોકાણ કરવા વિશે વિચારી શકો છો. જૂના રોકાણથી તમને સારૂ રિટર્ન મળશે. જે લોકો બિઝનેસ કરે છે તેનો ધંધો સારો ચાલશે.

મિથુન રાશિઃ

કેસ ચાલતો હશે તો તમારી જીત થશે

Rashifal : મિથુન રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો શુભ દિવસ જીવનમાં પ્રગતિ લઈને આવશે. તમને શુભ યોગના પ્રભાવથી ભૌતિક સુખ અને સુવિધા પ્રાપ્ત થશે અને આવક વધશે. તમે પરિવારના લોકોની જરૂરીયાત પૂરી કરી લેશો. જો તમારો કોઈ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે તો તમે જીતી શકો છો અને ત્યારબાદ તમને વળતર મળી શકે છે. મહેનત કર્યા બાદ સફળતા તમારા પગે પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈચ્છિત સફળતા મળશે અને ભાગ્ય તમને સાથ આપશે.

કર્ક રાશિઃ

અવિશ્વસનીય સફળતા હાસિલ થશે

Rashifal : કર્ક રાશિના જાતકો માટે અક્ષય તૃતીયા પર બની રહેલ શુભ યોગ આવકમાં મોટો વધારો કરી શકે છે સાથે તમને કરિયર અને કારોબારમાં અવિશ્વસનીય સફળતા મળશે. જે લોકો નવા કામ વિશે વિચારી રહ્યાં છે તે આ સમયે તેની શરૂઆત કરી શકે છે. અક્ષય તૃતીયાનું મુહૂર્ત તે માટે શુભ હશે અને આગળ ચાલીને વધુ ફાયદો થશે. તમારા ઘરમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે.

આ પણ વાંચો : rashifal : બે શક્તિશાળી ગ્રહો ટૂંકા ગાળામાં કરશે શુક્ર ગોચર, 4 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, રાજા-મહારાજા જેવું જીવન જીવશો….

તુલા રાશિઃ

એક કરતા વધુ સ્ત્રોતથી આવક થશે

Rashifal : તુલા રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનું પર્વ તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ વધારવાનું માનવામાં આવી રહ્યું છે. તમને એક કરતા વધુ સ્ત્રોતથી આવક થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં તમારા માટે પ્રમોશનનો યોગ છે. તમારા પગારમાં વધારો થશે અને જે લોકોએ તાજેતરમાં લગ્ન કર્યાં છે તે માટે સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. તમારા જીવનમાં સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમે પરિવારના લોકોની સાથે કોઈ શાનદાર ટ્રિપ પર જઈ શકો છો.

ધન રાશિઃ

તમારા ખિસ્સા ભરેલા રહેશે

Rashifal : ધન રાશિના જાતકોના જીવનમાં અક્ષય તૃતીયા બાદ સારા સમયની શરૂઆત થશે. તમારા ખિસ્સા ભરેલા રહેશે અને કારોબારીઓ મોટી કમાણી કરશે. તમે હવે પૈસાની બચત કરી શકશો. સ્વાસ્થ્ય સારૂ રહેશે અને સુખમાં વધારો થશે. ઓફિસમાં તમને દરેક પ્રકારે અનુકૂળ માહોલ મળશે. તમારે દરેક મામલામાં સમજદારીથી કામ કરવાની જરૂર છે. તમને કરિયરમાં કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળશે અને કેટલીક શાનદાર ઓફર મળી શકે છે. તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે.

more article : Ram mandir : શ્રી રામના નારાથી અયોધ્યા નગરી ગૂંજી ઉઠી,જુઓ સૂર્ય તિલકનો અદભૂત નજારો….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *