વિશ્વનું સૌથી પહેલું ગણેશમંદિર જ્યાં પુરા પરિવાર સાથે બિરાજમાન છે ગણેશજીની ત્રણ આંખોવાળી પ્રતિમા, જમીનમાંથી સ્વયંભુ પ્રગટ થઇ હતી મૂર્તિ
ગણેશજી નુ આ મંદિર કેટલીય બાબતોમાં અનોખુ છે, આ મંદિરને ભારત વર્ષનું જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી પહેલુ ગણેશમંદિર માનવામાં આવે છે. અહિ ગણેશજીની ત્રણ આંખો વાળી પ્રતિમા બિરાજમાન છે. આ પ્રત્તિમા સ્વ્યંભૂ જ પ્રગટ થયેલી છે. આખા દેશમાં આવી ફક્ત ચાર જ ગણેશ પ્રતિમાઓ છે.
ચાલો અમે તમને આ ગણેશ મંદિરની વધુ નજીક લઈ જઈએ. અમે વાત કરીએ છીએ રાજસ્થાન ના સવાઇ માધોપુર જિલ્લાના રણથંભોરમા સ્થિત પ્રસિદ્ધ ત્રિનેત્ર ગણેશ મંદિરની. આ મંદિરને રણતભંવર મંદિર પણ કહેવામા આવે છે. આ મંદિર ૧૫૭૯ ફુટ ની ઉંચાઇ પર અરાવલી અને વિંધ્યાચલ પર્વતની પહાડિઓમા આવેલુ છે.
અને સૌથી મોટી વિશેષતા એ છે કે અહિ આવનારા પત્રોમાં ઘરમાં કોઇપણ શુભ કાર્ય કરે તો પ્રથમ પૂજ્યને નિમંત્રણ મોકલવામાં આવે છે. એટલુ જ નહિ કોઇ સમસ્યા થવા પર તેને દૂર કરવાની વિનંતી કરતા પત્રો પણ ભક્તો અહિ મોકલે છે. રોજના હજારો નિમંત્રણ પત્રો અને બિજા માનતાના પત્રો અહિ ટપાલ મારફતે પહોંચે છે.
કહેવાય છે અહિ સાચા હ્રદયથી માંગેલી દરેક પ્રાર્થના પૂર્ણ થાય છે. મહારાજા હમિરદેવ ચૌહાણ અને દિલ્લિ ના શાસક અલ્લાઉદ્દિન ખિલજી નુ યુધ્ધ ઇ.સ.૧૨૯૯-૧૩૦૨ આજુબાજુ રણથંભોરમાં થયેલુ. તે દરમિયાન નવ મહિનાથી પણ વધુ સમય સુધી આ કિલ્લો દુશ્મનોએ ઘેરીને રાખેલો.
આ બાજુ કિલ્લામાં ભોજન સામગ્રી નુ રાશન પુરૂ થવા આવ્યુ હતુ ત્યારે ગણેશજીએ રાજા હમીરદેવને સ્વપ્નમાં દર્શન આપીને તે સ્થળે પૂજા કરવાનું કહ્યુ. આજે તે જગ્યાએ ગણેશજીની પ્રતિમા છે. હમિરદેવ ત્યા પહોંચ્યા તો તેમને સ્વ્યંભૂ પ્રગટ થયેલી ગણેશજીની પ્રતિમા મળી.
હમિરદેવે પછી ત્યા મંદિરનું નિર્માણ કરાવેલું. ત્રિનેત્ર ગણેશજી નો ઉલ્લેખ રામાયણકાળ અને દ્વાપરયુગમાં પણ મળે છે. કહેવાય છે કે ભગવાન રામે લંકા તરફ કૂચ કરતા પહેલા ગણેશજી ના આ રૂપને અભિષેક કર્યો હતો. બીજી એક માન્યતા પ્રમાણે દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણ ના વિવાહ રુકમણી સાથે થયા હતા.
તે વિવાહમાં ગણેશજી ને બોલાવવાનુ ભૂલી ગયા હતા. ગણેશજીના વાહન ઉંદરો એ ભગવાન કૃષ્ણના રથની આગળ પાછળ બધી જગ્યા ખોદી નાખી. કૃષ્ણ ભગવાનને પોતાની ભૂલ સમજાણી અને તેમણે ગણેશજી ને મનાવ્યા. કૃષ્ણ ભગવાને ગણેશજીને જે સ્થળે મનાવ્યા તે સ્થળ રણથંભૌર હતુ. આ જ કારણ છે કે રણથંભૌર ગણેશજી ને ભારતના પહેલા ગણેશ માનવામાં આવે છે.
માન્યતા છે કે વિક્રમાદિત્ય રાજા પણ દર બુધવારે અહિ પૂજા કરવા આવતા હતા. આ મંદિર માં ભગવાન ગણેશ ત્રિનેત્ર સ્વરુપે બિરાજમાન છે, તેમનુ ત્રિજુ નેત્ર જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. પુરી દુનિયામાં આ એક જ મંદિર છે કે જ્યા ગણેશજી પોતાના પૂર્ણ પરીવાર, બન્ને પત્ની રીધ્ધી સિધ્ધિ અને બે પુત્રો શુભ અને લાભ સાથે બિરાજમાન છે.
દેશ મા ચાર સ્વયંભૂ ગણેશ મંદિર માનવામાં આવે છે, તેમાથી રણથંભૌર મા આવેલુ ત્રિનેત્ર ગણેશ મંદિર સૌથી પહેલુ છે. આ મંદિર સિવાય સિદ્ધપુર ગણેશ મંદિર ગુજરાત, અવંતિકા ગણેશ મંદિર ઉજ્જૈન અને સિદ્ધપુર સિહોર મંદિર મધ્યપ્રદેશમાં આવેલ છે. અહિ ભાદરવા મહિનાની શુકલ ચતુર્થી ના દિવસે મેળો ભરાય છે જેમા લાખો ગણેશ ભક્તો ગણેશજી ના દરબાર માં પોતાની હાજરી અચુક નોંધાવવા પહોંચી જાય છે.
તે દરમિયાન સંપૂર્ણ વિસ્તાર જય ગજાનન ના જયઘોષ થી ગુંજી ઉઠે છે. ભગવાન ત્રિનેત્ર ગણેશ ની પરીક્રમા ૭ કિલોમિટર જેટલી થાય છે. જયપુર થી ત્રિનેત્ર ગણેશજી મંદિર ની દુરી આશરે ૧૪૨ કિલોમીટર જેટલી છે. રણથંભૌર ગણેશજી નુ મંદિર પ્રસિદ્દ્ રણથંભૌર વાઘ આરક્ષિત વિસ્તાર પાસે આવેલુ છે. અહિની પ્રાકૃતિક સુંદરતા જોતા જ પ્રફુલ્લિત થઈ જવાય છે.
વરસાદ વખતે અહિ આજુબાજુ માં કેટલાય ઝરણાંઓ ફુટી નિકળે છે અને પુરો વિસ્તાર રમણીય થઈ જાય છે. આ મંદિર કિલ્લામા આવેલું છે અને તે કિલો સંરક્ષિત ધરોહર છે. જ્યારે અહિ ગણેશજી નો મેળો આયોજીત થાય છે તો આસ્થાપૂર્ણ શ્રધ્ધાળુઓની જમાવટ જોવા મળે છે. આપપાસ ના કેટલાય જિલ્લાઓ માથી કેટલાય કિલોમીટરની પદયાત્રા કરીને ભક્તો મંદિર ના દર્શને આવે છે.