Randal Mata : ગુજરાતમાં આવેલું છે રાંદલ માતાજીનું માતૃ મંદિર, વ્યથિત ભકતજનો આશીર્વાદ મળતા હસતા મોંઢે ઘરે ફરે છે પરત….

Randal Mata : ગુજરાતમાં આવેલું છે રાંદલ માતાજીનું માતૃ મંદિર, વ્યથિત ભકતજનો આશીર્વાદ મળતા હસતા મોંઢે ઘરે ફરે છે પરત….

Randal Mata : ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજર હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલુ આ મંદિરને ગુલાબી પથ્થરના અનેક પિલરવાળું છે.ભાવનગર નજીકના અકવાડા ગામે વિશાળ પટાંગણ ધરાવતું જિલ્લાનું સૌથી મોટું શિખરબંધ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે. રાંદલ માતાજીનુ મંદિર માતૃ મંદિર તરીકે ઓળખાય છે. મંદિરે આવતા વ્યથીત ભકતજનો માતાજીના આશીર્વાદ મેળવી હસતા મોંઢે ઘરે ફરે છે. મંદિર પરિસરના સકારાત્મક વાતાવરણમાં ભાવિકો મનની શાંતિ મેળવે છે. આજે દેવદર્શનમાં સ્વયંભૂ પ્રગટેલા રાંદલ માતાના દર્શન કરી ધન્ય થઈશુ.

ભાવનગરના અકવાડા ગામે બિરાજમાન રાંદલ મા

Randal Mata : ભાવનગરના અકવાડા નજીક કુદરતી વાતાવરણ વચ્ચે આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતા હાજર હજૂર છે. ભાવનગર શહેરથી થોડા જ અંતરે આવેલુ આ મંદિરને ગુલાબી પથ્થરના અનેક પિલરવાળું છે. મંદિરમાં કોઈપણ જગ્યા પર ઊભા રહી નજર કરીએ તો એકપણ પિલર વચ્ચે આવતુ નથી અને કોઈપણ ખૂણે ઊભા રહીને માતાજીના દર્શન કરી શકાય છે.મંદિર પરિસરમાં દાખલ થતા જ સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

Randal Mata : માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાંદલ માતાજીના મંદિરનુ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ રાંદલ માતાજીના ઉપાસક ઝરણા માતાજી સેવા આપી રહ્યા છે. મંદિરમાં દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. મંદિરનું જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે ઝરણા માં પાસે 11હજાર રૂપિયા જ હતા. આજે માતાજીની અસીમ કૃપાથી રાંદલ માતાજીનુ મંદિર વટવૃક્ષ જેવું આલીશાન બન્યું છે. ઝરણા માતાજી તેમના ગુરુ તરફથી મળેલી પ્રેરણાથી મંદિર બનાવવામાં સફળ થયા છે.

માતાજીના પ્રાગટ્ય દિવસે ભારે ઉલ્લાસભેર ઉજવણી

Randal Mata : ભાવનગર નજીક આવેલા માતૃ મંદિરમાં રાંદલ માતાજીના મંદિર ઉપરાંત શિવપાર્વતીજીનું મંદિર, શનિદેવ મહારાજનું મંદિર અને હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે અનેક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઝરણા માતાજી દ્વારા લક્ષચન્ડી હવનનું આયોજન કરવામાં આવે છે. ગુરુદેવ મીરાંમાંના જન્મ દિવસ અને રાંદલ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભારે ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો : Vadodara : વડોદરામાં તૈયાર થયું છે કેદારનાથ ધામમાં સ્થાપિત 60 ક્વિન્ટલ વજનનું ભવ્ય બ્રાસનું ‘ॐ’, જાણો આઈડિયા જનરેશનથી લઈને ઇન્સ્ટોલેશન સુધીની જાણકારી વિશે..

ભાવનગર જિલ્લમાં રાંદલ માતાજી અને સૂર્ય નારાયણ ભગવાન સાથે હોય તેવું આ પ્રથમ મંદિર છે. ભક્તજનો પોતાની આસ્થા અને માનતા સાથે માતાજી ના દર્શન માટે આવે છે. રાંદલ માતાજી પાસે ખાસ કરીને બહેનો મોટી સઁખ્યામા દર્શન માટે આવે છે અને સેર માટીની ખોટ પુરાય તે માટે પ્રાર્થના કરે છે અને હસતા મોઢે પરત ફરે છે મંદિરે આવતા ભકતજનો દર્શન કરી શાંતિ મેળવી ધન્ય થાય છે.

more article : Post Office Scheme : પોસ્ટ ઓફિસમાં પૈસા ડબલ કરનારી આ સ્કીમ છે જોરદાર, માત્ર ₹1000 થી શરૂ કરી શકો છો રોકાણ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *