આ છે જયપુર ના રાજા ની રામબાગ પેલેસ હોટલ… એક રાત નું ભાડું 10 લાખ રૂપિયા… જુઓ અંદર ની તસવીરો

આ છે જયપુર ના રાજા ની રામબાગ પેલેસ હોટલ… એક રાત નું ભાડું 10 લાખ રૂપિયા… જુઓ અંદર ની તસવીરો

રાજસ્થાન ભારતનું સૌથી સુંદર અને અનોખુ રાજ્ય ગણવામાં છે. આ પ્રદેશ પોતાની વૈભવતા અને રાજાશાહી માટે પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરની સુંદરતા દુનિયાભરમાં પ્રખ્યાત છે. ત્યાં ફરવા માટે અઢળક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જ્યાં આખું વર્ષ પર્યટકોની ભીડ રહેતી હોય છે. પણ આજે અમે તમને જયપુરના એ હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જયપુરની શાન કહેવાયમાં આવે છે.

રામબાગ પેલેસ સુંદર મહેલ એક સમયે જયપુરના રાજાનું નિવાસ સ્થાન હતું. આ પેલેસ વર્ષ 1835 માં બનાવવામાં આવ્યું હતું. એ પછી વર્ષ 1925 માં રામબાગ પેલેસ જયપુરના રાજાનું કાયમિક નિવાસસ્થાન બની ગયું હતું.

એ પછી વર્ષ 1957માં મહારાજ સવાઇ માન સિંહે આ મહેલ દ્વારા આલીશાન હોટલ બનાવામાં આવી હતી. આ મહેલ 47 એકરની જગ્યામાં ફેલાયેલ છે. જેમાં ઘણા આલીશાન સ્યુટ્સ, માર્બલનો કોરિડોર, હવાદાર બાલ્કની અને રાજાશાહી બગીચાઓનો સમાવેશ થાય છે.

રામબાગ પેલેસ જે સુંદર મહેલોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે પ્રતિષ્ઠિત ટ્રાવેલ પ્લસ લેઝર ઈન્ડિયાઝ બેસ્ટ એવોર્ડ્સ 2021માં તેને બેસ્ટ લક્ઝરી હોટેલનો ખિતાબ પણ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ એ મેગેઝીનના રીડરના વોટના આધારે મળ્યો છે.

જો આ હોટેલના ભાડાની વાત કરીએ તો ત્યાં અલગ અલગ રૂમમાં અલગ અલગ ભાડા રાખવામાં આવ્યા છે. જેની શરૂઆત 2.5 લાખથી કરીને 10 લાખ સુધી છે. રૂમમાં એક રોયલ ડાઈનિંગ રૂમ અને એક માસ્ટર બેડરૂમ સાથે ડ્રેસિંગ એરિયા પણ બનાવવામાં આવેલ છે. આ આલીશાન રૂમોનો પોતાનો અલગ જ અનુભવ થાય છે.

હોટલમાં એક મોટો સ્વિમિંગ પુલ પણ બનાવામાં આવ્યો છે. સાથે જ જેમના શોખીન લોકો માટે ત્યાં પોલો ગોલ્ફ, જીવા ગ્રાન્ડ સ્પા, જકુજી, ઇન્ડોર, આઉટડોર સ્વિમિંગ, વોકિંગ ટ્રેલ, ફિટનેસ હબ અને યોગા મંડપ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *