Ram Navami : રામનવમી પહેલા અયોધ્યાથી આવ્યા ગુડ ન્યુઝ, પ્રભુ રામલલા આ દિવસે ભક્તોને આપશે 24 કલાક દર્શન..
Ram Navami : જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે.
Ram Navami : અયોધ્યા રામમંદિરને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે, અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે.
જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યામાં રામ મંદીરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે. વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખો યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર 24 કલાક ખુલ્લુ રહેશે.
Ram Navami : અયોધ્યામાં રામનવમીના દિવસે રામલલા 24 કલાક ભક્તોને દર્શન આપશે. પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે જ બંધ રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને આ અંગે સૂચના આપી છે. આ વર્ષે રામ નવમી 17મી એપ્રિલ (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો : HEALTH TIPS : બીટ ખરેખર ‘શાકભાજીની વાયગ્રા’ છે? જાણો શું કહે છે વિજ્ઞાન..
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભગવાનના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી.
આ પણ વાંચો : HEALTH TIPS : ફળો પર મીઠું ભભરાવીને ખાવાથી શરીરને થાય છે આ 5 નુકસાન, આજે જ બદલી નાખો આ આદત..
અયોધ્યા રામ મંદીરમાં ભગવાન રામના દર્શન કરવા માટે દરરોજ લગભગ દોઢથી બે લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ નવમીના દિવસે આ સંખ્યા ઘણી વધી શકે છે. આ જ કારણ છે કે કોઈપણ પ્રકારની અરાજકતાથી બચવા માટે યોગી આદિત્યનાથે તમામ પ્રકારની સુવિધાઓ સમયસર પૂરી પાડવા, સ્વચ્છતા અને સુરક્ષામાં સુધારો કરવાના નિર્દેશ આપ્યા છે.
Ram Navami : આ માટે તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો સાથે સંકલન સ્થાપિત કરવા સૂચના આપી છે.