Ram mandir : મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારે બનાવેલી મૂર્તિ રામ મંદિરમાં થશે સ્થાપિત, 5 વર્ષની બાળ અવસ્થામાં દેખાશે પ્રભુ રામ…….
Ram mandir :જે મૂર્તિ ગર્ભ ગૃહમાં મૂકવામાં આવશે તેણે ઉત્સવ નામ અપાયું છે, જ્યારે બીજી પ્રતિમા જે મંદિરના પ્રાંગણમાં સ્થાપિત કરાશે તેને અચલ મૂર્તિ કહેવાશે. રામલલાની પહેલી મૂર્તિ ગણેશ ભટ્ટે બનાવી છે. બીજી સત્યનારાયણ પાંડેએ અને ત્રીજી મૂર્તિ અરુણ યોગીરાજે બનાવી છે.
મૂર્તિની પસંદગી સોમવારે કરવામાં આવી
Ram mandir :અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિની પસંદગી સોમવારે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મૈસૂરમાં રહેતા અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પસંદગી રામ મંદિર માટે થઈ છે. લલાટથી લઈને પગ સુધી મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને આ મૂર્તિમાં શ્રદ્ધાળુઓને ભગવાન રામના 5 વર્ષના બાળ સ્વરુપના દર્શન થશે.
બાકી અન્ય બે મૂર્તિ, જેમની પસંદગી નથી થઈ શકી તેમણે પણ મંદિર પરિસરમાં જ રાખવામાં આવશે. જે મૂર્તિની પસંદગી થઈ છે તે જ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Ram mandir માટે રામલલાની મૂર્તિની પસંદગી ,જાણો કોણ છે કારીગર?
Ram mandir :જે મૂર્તિ ગર્ભ ગૃહમાં મૂકવામાં આવશે તેણે ઉત્સવ નામ અપાયું છે, જ્યારે બીજી પ્રતિમા જે મંદિરના પ્રાંગણમાં સ્થાપિત કરાશે તેને અચલ મૂર્તિ કહેવાશે. રામમંદિરના ટ્રસ્ટી યુગપુરુષ પરમાનંદે એક સમાચાર એજન્સીને કહ્યું કે- ત્રણેય મૂર્તિકારોનો પરિશ્રમ, ચિંતન ઉમદા છે. ત્રણ મૂર્તિ શાનદાર બની છે. રામલલાની પહેલી મૂર્તિ ગણેશ ભટ્ટે બનાવી છે. બીજી સત્યનારાયણ પાંડેએ અને ત્રીજી મૂર્તિ અરુણ યોગીરાજે બનાવી છે.
યેદિયુરપ્પાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી.
Ram mandir :યેદિયુરપ્પાએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની ખુશીઓ શેર કરતા કહ્યું- મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી ભગવાન રામની મૂર્તિને ભવ્ય શ્રીરામ મંદિરમાં સ્થાપિત માટે પસંદ કરવામાં આવી છે. અયોધ્યામાં બની રહેલા મંદિરમાં નિર્માણે પ્રદેશના તમામ રામભક્તોને ગૌરવ અને ખુશીને ડબલ કરી દીધી છે.
બીવાય વિજયેન્દ્રએ પણ યોગીરાજની પ્રશંસા કરી
Ram mandir :યેદિયુરપ્પાના પુત્ર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ પણ યોગીરાજની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ મૈસૂરનું ગૌરવ છે, કર્ણાટકનું ગૌરવ છે અને અરુણ યોગીરાજની બનાવેલી રામલલાની મૂર્તિ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્થાપિત કરાશે. વિજયેન્દ્રએ કહ્યું કે- કર્ણાટકના ભગવાન રામ સાથે ઊંડો સંબંધ છે કેમકે કિષ્કિંધા આ રાજ્યમાં જ સ્થિત છે. આ કિષ્કિંધા જ છે જ્યાં રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો.
પ્રહલાદ જોશીએ જાણકારી આપી
Ram mandir :કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ એક્સ પર કરલી પોસ્ટમાં મૂર્તિની પસંદગીની જાણકારી આપી છે. તેમણે લખ્યું- જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી ફાઈનલ થઈ ગઈ છે. આપણાં દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર, આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ રામ હનુમાનના અતૂટ સંબંધનું વધુ એક ઉદાહરણ છે. જેમાં કોઈ બેમત નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકથી રામલલા માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.
અરુણ યોગીરાજને સત્તાવાર સૂચના નથી મળી
Ram mandir :પીટીઆઈ સાથે વાત કરતા અરુણ યોગીરાજે કહ્યું કે- હાલ તેમણે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સુચના નથી મળી કે તેમણે જે મૂર્તિ બનાવી હતી તેનો સ્વીકાર કરી લેવાયો છે કે નહીં. જો કે ભાજપના વરિષ્ઠ નેતાઓએ એક્સ પર જે પોસ્ટ કરી છે તેનાથી તેણે વિશ્વાસ થઈ ગયો છે કે તેના કામને સ્વીકાર કરી લેવાયો છે.
Ram mandir : મૂર્તિકાર મુજબ- તે એ મૂર્તિકારમાં સામેલ હતો જેણે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામલલાની મૂર્તિ બનાવવામાં પસંદ કર્યા હતા. તેમણે કહ્યું- મને ખુશી છે કે હું દેશના તે ત્રણ મૂર્તિકારોમાંથી એક હતો, જેણે રામલલાની મૂર્તિ બનાવવામાં પસંદ કરાયો હતો. પ્રસિદ્ધ મૂર્તિકારે કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની મૂર્તિ અને દિલ્હીમાં ઈન્ડિયા ગેટની પાસે સ્થાપિત કરવામાં આવેલી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ પણ બનાવી હતી.
Ram mandir : તેમણે કહ્યું કે- મૂર્તિ બનાવવી એક મુશ્કેલ પડકાર હતો. મૂર્તિ એવી હોવી જોઈએ જેમાં ભગવાનનું બાળ રુપ દિવ્ય જોવા મળે કેમકે આ ભગવાનના અવતારની મૂર્તિ છે. લોકો જ્યારે પણ મૂર્તિ જુએ તેમણે દિવ્યતાની અનુભૂતિ થાય.
Ram mandir : યોગીરાજે કહ્યું- બાળક જેવા ચહેરાની સાથે સાથે દિવ્યતાને પણ ધ્યાનમાં રાખીને મેં લગભગ છથી સાત મહિના પહેલા કામ શરુ કર્યું હતું. હું ઘણો જ ખુશ છું કેમકે મને તે સમયે વધુ ખુશી થશે જ્યારે લોકો મૂર્તિની પસંદગીથી વધુ તેની પ્રશંસા કરશે.
મંદિર ન્યાસના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે- મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યેને 20 મિનિટ પર થશે. તેમણે દેશભરના લોકોને આ પ્રસંગે ઉત્સવ તરીકે મનાવવાનો અનુરોધ કર્યો છે. આ વચ્ચે અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના એક સપ્તાહ પહેલા જ આયોજકોએ 1લી જાન્યુઆરીથી પૂજિત અક્ષત (ચોખા, હળદર અને ઘીનું મિશ્રણ)નું વિતરણ શરુ કરી દીધું છે,
Ram mandir : જે 15 જાન્યુઆરી સુધી યથાવત રહેશે. અક્ષત યુક્ત કાગળના પડિકા, રામ મંદિરનું ચિત્ર અને મંદિરના માળખાની વિગત લોકોમાં વહેંચવામાં આવી.
“ಶ್ರೀರಾಮ-ಹನುಮರ ಬಾಂಧವ್ಯಕ್ಕೆ ಕರುನಾಡ ನಂಟಿದೆ, ಇದೀಗ ರಾಮನೂರಿನ ಗುಡಿಯನು
ಮೈಸೂರಿನ ಬಾಲರಾಮನು ಬೆಳಗುವನು”ಮೈಸೂರಿನ ಅಪ್ರತಿಮ ಶಿಲ್ಪ ಕಲಾ ಪ್ರತಿಭೆ ಅರುಣ್ ಯೋಗಿರಾಜ್ ಅವರ ಭಕ್ತಿ ಕೌಶಲ್ಯದ ಕೆತ್ತನೆಯಿಂದ ಪಡಿಮೂಡಿದ ರಾಮಲಲಾ ಮೂರ್ತಿಯು ಜನವರಿ 22 ರಂದು ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ನೆರವೇರುತ್ತಿರುವುದು ಮೈಸೂರಿನ ಹಿರಿಮೆ,… pic.twitter.com/y5qxaXbmDf
— Vijayendra Yediyurappa (@BYVijayendra) January 1, 2024
અરુણ યોગીરાજે અત્યાર સુધીમાં 1000 થી વધુ શિલ્પો બનાવ્યા છે.
Ram mandir : અરુણ યોગીરાજે અત્યાર સુધીમાં 1 હજારથી વધુ શિલ્પો બનાવ્યા છે. કેદારનાથમાં આદિ શંકરાચાર્યની મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ બનાવી હતી. પીએમ મોદીએ પણ ઘણી વખત તેમની કળાના વખાણ કર્યા છે.
મૂર્તિની પસંદગી માટે એક કમિટી બનાવવામાં આવી હતી. આ સમિતિએ પ્રતિમાની બાલિશતા, તેની સૌંદર્યલક્ષી અપીલ, રચનાત્મક રચના અને શિલ્પકારના વિચારોની ઊંડાઈનું મૂલ્યાંકન કર્યું. કમિટીએ પથ્થરની ગુણવત્તા પણ તપાસી હતી. પ્રતિમાની પસંદગી માટે શિલ્પકારની પ્રતિષ્ઠા પણ આધાર બની હતી.