Ram mandir : રામ મંદિરમાં ભગવાન રામની જોડે હવે થશે આમના દર્શન, પહેલા માળે થશે સ્થાપન….
Ram mandir : હાલ ભવ્ય અને અલૌકિક મંદિરમાં શ્રદ્ધાળુ રામલાલની પાવન મૂર્તિના દર્શન કરી રહ્યા છે. હવે રામ મંદિરમાં ભોંયતળિયા પર રામ દરબાર બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.અયોધ્યામાં જતા રામ ભક્તોને હવે ટૂંક સમયાં જ રામ મંદિર પરિસરમાં રામ દરબારના દર્શન થવાના છે. રામ મંદિરના પહેલા માળે રામ દરબાર બનાવવામાં આવશે. આ રામ દરબારની તૈયારી રામ મંદિર ટ્રસ્ટે શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ જાન્યુઆરી 2024 સુધી પુરુ કરવાનું લક્ષ્યાંક છે. ગત 22 જાન્યુઆરીએ પહેલા તબક્કાનું નિર્માણ પુરુ થયાં બાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જે બાદ ભવ્ય અને અલૌકિક મંદિરમાં શ્રદ્ધાળુ રામલાલની પાવન મૂર્તિના દર્શન કરી રહ્યા છે. હવે રામ મંદિરમાં ભોંયતળિયા પર રામ દરબાર બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે.
Ram mandir ના ભોંયતળિયે પ્રભુ શ્રી રામ
बिनु सत्संग विवेक न होई।
राम कृपा बिनु सुलभ न सोई॥प्रभु रामलला सरकार के दिव्य दर्शन। #RamAarti #Ramlalla #RamMandir #Ayodhya pic.twitter.com/f9bLZ54Zq4
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) May 9, 2024
Ram mandir ના ભોંયતળિયે પ્રભુ શ્રી રામના દરબારની સ્થાપના માટે દેશના સૌથી જાણીતા ચિત્રકાર વાસુદેવ કામત મૂર્તિની ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે. આ રામ દરબારમાં પ્રભુ શ્રી રામની સાથે માતા કૌશલ્યા, પિતા દશરથ સહિત લક્ષ્મણજી, શત્રુધ્નજી અને ભરતજીની પ્રતિમાનું પણ સ્થાપન કરાશે. આ રામ દરબાર માટે મૂર્તિ તૈયાર કરવા જે ચિત્રો બનાવવાના છે, તેની જવાબદારી રામ મંદિર ટ્રસ્ટે ચિત્રકાર વાસુદેવ કામતને આપી છે.
આ પણ વાંચો : Sita Navami 2024 : સીતા નવમી ક્યારે છે? જાણો સાચી તિથિ, પૂજાનો સમય અને સુખ-સમૃદ્ધિ મેળવવાની રીતો
Ram mandir નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના કહેવા પ્રમાણે રામ મંદિરમાં ભોંયતળિયા પર રામ દરબાર બનશે. રામ દરબારમાં ભોંયતળિયા પર જ રામાયણના રચયિતા તુલસીદાસજીની પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવશે. હાલ આ આર્ટવર્ક માટે મયૂરલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
Ram mandir : તમને એ પણ જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ રામ લલાની પ્રાણ પ્રતિષ્ટા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીજીએ આ પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામાં ભાગ લીધો હતો. અને રામ મંદિર બની ગયા પછી રોજેરોજ લાખો લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે. હવે મંદિરને આખરી ઓપ આપવા પર રામ મંદિર ટ્રસ્ટ ધ્યાન આપી રહ્યું છે.
more article : Jio recharge : જીઓ ના બે ધમાકેદાર પ્લાન! પરિવારના ત્રણ સભ્યો માટે એક જ રિચાર્જ, ફ્રી કોલિંગ સાથે બીજા ઘણા ફાયદા