Ram Lala Bhog : રામલલાને ગરમી ના લાગે તે માટે અયોધ્યામાં કરાયું ખાસ આયોજન, જુઓ તસવીરો..

Ram Lala Bhog : રામલલાને ગરમી ના લાગે તે માટે અયોધ્યામાં કરાયું ખાસ આયોજન, જુઓ તસવીરો..

Ram Lala Bhog : ઉનાળો શરૂ થઈ ગયો છે. આપણને ગરમી લાગે તો આપણે આપણાં માટે જાત જાતની વ્યવસ્થાઓ કરતા હોઈએ છીએ. ત્યારે ભગવાનને ગરમી લાગે મંદિરમાં તો એના માટે શું કરવું…અયોધ્યામાં રામમંદિરમાં રામલલાને ગરમી ના લાગે તે માટે વિશેષતમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Ram Lala Bhog : જાણો ઉનાળામાં રામલલાને ગરમીથી બચાવવા કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ અને કેવા પ્રકારના ભોજનો તૈયાર કરાયા છે જેનાથી ગરમીથી ભગવાનને રાહત મળે.

ભોગમાં ફેરફાર કરાયો

Ram Lala Bhog : ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની દરરોજ પૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર કરવામાં આવે છે. હવામાનમાં ફેરફાર સાથે, તેમના પ્રસાદમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ગરમીને જોતા રામલલાને સવારથી સાંજ સુધી ચઢાવવામાં આવતા ભોજનમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

Ram Lala Bhog
Ram Lala Bhog

દહીંનો સમાવેશ થાય છેઃ

ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને રામલલાના પ્રસાદમાં દહીંનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ઉનાળાની ઋતુમાં રામલલાને રોજ મધુપાર્કની સાથે દહીં ચઢાવવામાં આવશે.

આ પણ વાંચો : Weather Update : કાળઝાળ ગરમીની ચેતવણી, ત્રણ દિવસ બાદ આ વિસ્તારમાં 40ને પાર જશે તાપમાનનો પારો..

સોનાના વાસણમાં મધુપર્કનો પ્રસાદઃ

મધુપર્ક પણ પહેલીવાર ભગવાન રામને અર્પણ કરવામાં આવી રહ્યો છે. મધુપર્ક એટલે મધ, દહીં, ઘી અને પાણીનું મિશ્રણ. આ પ્રસાદ રામલલાને સોનાના પાત્રમાં ચઢાવવામાં આવી રહ્યો છે. મધુપર્ક એ શુભ અને મધુરતાનું પ્રતીક છે.

Ram Lala Bhog
Ram Lala Bhog

સિઝનલ ફ્રૂટ

ગરમીને જોતા મોસમી ફળો એટલેકે સિઝનલ ફ્રૂટ જેવા કે નારંગી, સફરજન અને ડ્રાય ફ્રૂટ્સ ભગવાન રામને શણગાર પહેલા ચઢાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભગવાન રામના મનપસંદ પ્રસાદ જેવા કે ખીર, રબડી, મીઠાઈઓ, દળિયા અને હલવો પણ ચઢાવવામાં આવે છે.

આ પણ વાંચો : Mukesh Ambani : મુકેશ અંબાણીનો આ શેર તમને કરાવશે તગડી કમાણી, નાની કિંમત કરાવશે મોટો ફાયદો, જાણો વિગત..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *