કાઠિયાવાડી યુવકના વિદેશી ગોરી સાથે થયા લગ્ન, બન્ને વચ્ચે કોલેજમાં થયો હતો પ્રેમ

કાઠિયાવાડી યુવકના વિદેશી ગોરી સાથે થયા લગ્ન, બન્ને વચ્ચે કોલેજમાં થયો હતો પ્રેમ

અમરેલીના રાજુલાના જય પડિયાએ એ 22 ફેબ્રુઆરી 2023ના રોજ રાજુલા ખાતે હિંદુ શાસ્ત્રોકત વિધિથી કેનેડાની કોલિન સાથે લગ્ન કર્યાં. કોલિને પાનેતર પહેરી હાથમાં મહેંદી મુકાવીને સેથામાં સિંદૂર પૂરીને ભારતીય લગ્નવિધિ પ્રમાણે લગ્નના ચાર ફેરા ફર્યા હતા. આ લગ્ન રાજુલા ખાતે યોજાયા હતા.

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો હોય અને મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને નવી નવી ખબર સામે આવી રહી છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે ઘણી જગ્યાએ વિદેશથી આવેલા વરરજા કે કન્યા ભારતીય મૂરતિયા કે કન્યા સાથે લગ્ન કરતા જોવા મળે છે.

યુવક કેનેડા અભ્યાસ કરતો હતો અને ખાનગી કંપનીમાં કોઈ નોકરી કરતો હોવાને કારણે માત્ર લગ્ન કરવા માટે જ રાજુલા આવ્યા હતા અને કેનેડાની યુવતીનો પરિવાર સહિતના લોકો પણ રાજુલા શહેરમાં આવ્યા હતા. પટેલ વાડી ખાતે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે લગ્ન વિધિ કરી વિવાહના તાતણે બંધાયા છે.

જય પડીયાએ જણાવ્યુ હતુ કે તે વર્ષ 2018થી હું કેનેડા સ્થાયી થયો છે અને અમે ત્યાં પહેલા કોલેજ સાથે કરતા હતા અને પછી લવ મેરેજ કર્યા અને પરિવાર સાથે ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હાલમાં હું અને મારી પત્ની બંને જોબ કર્યે છીએ. હિન્દુ ધર્મ મુજબ પરિવારની હાજરીમાં લગ્નમાં જોડાયા હતા.

પ્રેમ માટે એવુ કહેવાય છે કે પ્રેમને કોઈ ભાષાના કે સરહદોના સીમાડા નડતા નથી. ત્યારે જય પડીયા અને કેનેડાની યુવતીના કેસમાં આવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. બંને યુવક યુવતીએ એકબીજાને પસંદ કર્યા તો તેમના પરીવારે પણ બંનેનો પ્રેમથી સ્વીકાર કર્યો.

પ્રેમમાં ત્યાગ, સમર્પણ અને સ્વીકારભાવ હોય તો તેને મંઝીલ મળી જ જાય છે. ત્યારે કેનેડાની યુવતી પણ લગ્ન માટે હજારો કિલોમીટરનું અંતર કાપી જય સાથે લગ્ન કરવા માટે રાજુલા આવી જે યુવક માટેની તેની લાગણીનો પુરાવો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *